ઘાટકોપર ઈસ્ટ સ્થિત પ્રસિદ્ધ ‘તીન બત્તી નાકા મિત્ર મંડળ’ આ વર્ષે પોતાના ગણેશોત્સવની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતી) મનાવવા જઈ રહ્યું છે. આ ખાસ પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે મંડળ દ્વારા વિવિધ પ્રાયોજકો (Sponsors) અને સહયોગીઓને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંડળ દ્વારા ઘાટકોપરના “ડાયમંડ સ્પોટ” તરીકે ઓળખાતા એમ. જી. રોડ, હવેલી બ્રિજ નજીક (ઈસ્ટ-વેસ્ટ બ્રિજ) સ્પોન્સરશિપ અને હોર્ડિંગ/બેનર સ્પેસ માટેની તકો પૂરી પાડવામાં આવી રહી છે.
આ આયોજન અંગે વધુ માહિતી આપવા માટે મંડળની ટીમ વ્યક્તિગત રીતે મળીને એક નાનું પ્રેઝન્ટેશન રજૂ કરવા આતુર છે. જે વેપારીઓ કે સંસ્થાઓ આ ભવ્ય ઉજવણીમાં સ્પોન્સરશિપ રૂપે જોડાવા માંગતા હોય, તેઓને મંડળની ટીમ સાથે મુલાકાત (Appointment) ગોઠવવા વિનંતી કરવામાં આવી છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
