FDAના કમિશનર તુકારામ મુંઢેએ હવે પોતાનું ધ્યાન સીધા બોલિવૂડના મોટા સ્ટાર્સ તરફ વાળ્યું છે. મહારાષ્ટ્ર એફડીએએ સુપરસ્ટાર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ‘વિમલ પાન મસાલા’ની ‘સરોગેટ’ (પરોક્ષ) જાહેરાત કરવા બદલ ‘કારણ બતાવો’ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ છે. મુંઢેની આ કાર્યવાહીથી બોલિવૂડમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ ‘વિમલ ઈલાયચી’ની એક જાહેરાતમાં સાથે દેખાયા હતા. એફડીએએ ‘વિમલ પાન મસાલા’ ની જાહેરાત પર આરોપ લગાવ્યો છે, જે વાસ્તવમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખાની સરોગેટ જાહેરાત છે. 13 જુલાઈ, 2026ના રોજના સુધારેલા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પ્રતિબંધિત છે.

એફડીએએ આ ત્રણ કલાકારોને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે અને નીચેની સૂચનાઓ જારી કરી છે: જાહેરાત તાત્કાલિક બંધ કરો: ‘વિમલ પાન મસાલા/ઈલાયચી’ની જાહેરાતમાં તમારી ભાગીદારી તાત્કાલિક બંધ કરો.
પ્રમોશનલ ટેક્સ્ટ દૂર કરો: તમારા બધા સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ પરથી આ પ્રમોશન સંબંધિત તમામ પ્રમોશનલ ટેક્સ્ટ દૂર કરો. ૧૫ દિવસની અંદર ખુલાસો આપો: આ મામલે તમારી સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? ઉપરાંત, આ જાહેરાતમાં તમારી ભૂમિકા અંગે ૧૫ દિવસની અંદર વિગતવાર લેખિત ખુલાસો સુપરત કરો.
આ નોટિસ અજય દેવગનને તેના જુહુ સ્થિત નિવાસસ્થાન, શાહરુખ ખાનને બાંદરા સ્થિત તેના ‘મન્નત’ બંગલામાં અને ટાઇગર શ્રોફને તેના પ્રોડક્શન હાઉસ ‘ટાઇગર શ્રોફ પ્રોડક્શન્સ એલએલપી’ ખાતે મોકલવામાં આવી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
