સફેદ મીઠું, પિંક સોલ્ટ અને સંચળ એકબીજાથી રંગમાં જ નહીં ગુણ અને ઉપયોગની રીતમાં પણ અલગ અલગ હોય છે. આજે તમને જણાવીએ કયા મીઠાનો ઉપયોગ ક્યારે કરવો અને તેના ફાયદા શું છે.
ઘરમાં કોઈપણ વસ્તુ બને તેમાં મીઠું ઉમેરવામાં આવે છે. મીઠામાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમાં સૌથી વધુ સફેદ મીઠું વપરાય છે ત્યાર પછી પિંક સોલ્ટ નો ઉપયોગ થાય છે અને ત્યાર પછી બ્લેક સોલ્ટનો ઉપયોગ થતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી પિંક સોલ્ટ ને સફેદ મીઠા કરતાં વધારે ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે. આજે તમને ઘરમાં ઉપયોગમાં આવતા સફેદ પિંક અને બ્લેક સોલ્ટ વચ્ચે શું અંતર હોય અને તેમાંથી કયું મીઠું ફાયદાકારક છે તેના વિશે જાણકારી આપીએ
સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે આ 3 મીઠાનો રંગ અલગ અલગ હોય છે તેમ તેના ગુણ અને ખાસિયત પણ અલગ અલગ છે. દરેક મીઠાનો ઉપયોગ તેની ખાસિયત પ્રમાણે કરવાનો હોય છે. તો ચાલો તમને જણાવીએ સફેદ, ગુલાબી અને કાળા મીઠા વચ્ચે અંતર શું છે અને તેની ખાસિયત શું છે.

સફેદ મીઠું
99% ઘરમાં સફેદ મીઠાનો ઉપયોગ જ થતો હોય છે. સફેદ મીઠાને ટેબલ સોલ્ટ પણ કહેવામાં આવે છે. સફેદ મીઠું જે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે તેમાં આયોડિન હોય છે. આયોડિન આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો માંથી એક છે જે તમને સફેદ મીઠામાંથી જ મળી શકે છે.
પિંક સોલ્ટ
પિંક સોલ્ટ જે દેખાવમાં ગુલાબી રંગનું હોય છે તેને હિમાલયન સોલ્ટ પણ કહેવામાં આવે છે. આ મીઠાનો ગુલાબી રંગ તેમાં રહેલા મિનરલ્સ, આયરન અને મેગ્નેશિયમ સહિતના પોષક તત્વોના લીધે હોય છે. પિંક સોલ્ટમાં રહેલા મિનરલ્સના કારણે તેનો રંગ અને સ્વાદ સફેદ મીઠા કરતાં અલગ હોય છે. એક્સપર્ટ અનુસાર પિંક સોલ્ટમાં મિનરલ્સ હોય છે પણ ઓછા પ્રમાણમાં હોય છે.
બ્લેક સોલ્ટ
બ્લેક સોલ્ટ મુખ્ય રીતે સિંધવ મીઠું, હરડેના બીજ, આમળા, બહેડા અને ચારકોલના મિશ્રણને માટીના વાસણમાં ભઠ્ઠીમાં ઊંચા તાપમાન પર પકાવીને બનાવવામાં આવે છે. બ્લેક સોલ્ટ બનાવવામાં જે પ્રક્રિયા થાય છે તેના કારણે મીઠાનો રંગ કાળો થઈ જાય છે એને તેનો સ્વાદ પણ વિશિષ્ટ પ્રકારનો હોય છે. જેને સામાન્ય ભાષામાં સંચળ પણ કહેવાય છે.

પિંક સોલ્ટ V/S વાઈટ સોલ્ટ
હવે વાત આવે સફેદ મીઠું ખાવું કે પિંક સોલ્ટનો ઉપયોગ કરવો ? તો હેલ્થ એક્સપર્ટ અનુસાર પિંક સોલ્ટ આયોડિન યુક્ત હોતું નથી જો કોઈ વ્યક્તિ રોજ pink salt નો ઉપયોગ કરે તો તેના કારણે લાંબા સમયે શરીરમાં આયોડિનની ઉણપ સર્જવાનું જોખમ વધે છે. તેથી સફેદ મીઠું છોડીને ફક્ત પિંક સોલ્ટ પર આધાર રાખવો યોગ્ય નથી.
કયા મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો ?
આદર્શ સ્થિતિ એ રહે છે કે રસોઈમાં રોજ સફેદ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ જેથી ભોજનના માધ્યમથી આયોડિન યુક્ત મીઠું શરીરમાં જાય. આ સિવાય પિંક સોલ્ટનો ઉપયોગ ખાસ પ્રકારની વાનગીનો સ્વાદ અને ટેક્સચર વધારવા માટે કરી શકાય છે. જ્યારે સંચળનો ઉપયોગ સલાડ, રાયતું અને બીજી વાનગીમાં ફ્લેવર વધારવા માટે યુઝ કરી શકો છો. આ ત્રણેય મીઠાનો અલગ અલગ ઉપયોગ હોય છે તે એકબીજાના વિકલ્પ બની શકે નહીં.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
