- પૂર્વ નોટિસ આપ્યા વિના શંખેશ્વર પાર્શ્વનાથ મંદિરના પગથિયાં તોડી પાડ્યાનો આક્ષેપ
- લઘુમતી પંચના ઉપાધ્યક્ષ ચેતનભાઈ દેઢિયાએ BMC પાસે તાત્કાલિક ખુલાસો માંગ્યો
ઘાટકોપર (વેસ્ટ)ના બર્વેનગર, ભટ્ટવાડી વિસ્તારમાં આવેલા શ્રી કચ્છી વિશા ઓશવાલ અચલગચ્છ જૈન સંઘ સંચાલિત શંખેશ્વર પાર્શ્વનાથ મંદિરમાં BMCના તોડકામ દસ્તા દ્વારા કરાયેલી કાર્યવાહી સામે સમગ્ર જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નોટિસ વગર બુલડોઝર ફેરવવાનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરના સમયે ઘાટકોપર ‘એન’ વોર્ડની તોડકામ ટુકડીએ કોઈ પણ જાતની પૂર્વ નોટિસ આપ્યા વિના જ અચાનક આવીને મંદિરના પગથિયાંઓ તોડી પાડ્યા હતા. પાલિકાની આ બિન-સંવેદનશીલ કામગીરીને કારણે જૈન શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
વિડીયો જોવા લિંક પર ક્લિક કરો… HZEjeHmj3WjmQKefFKpgLThgUXQcf2vrMbgrbwG9iCn1

જૈન સંઘના ટ્રસ્ટીઓ એક્શનમાં, લઘુમતી પંચને રજૂઆત
આ ઘટનાના વિરોધમાં શ્રી કચ્છી વિશા ઓશવાલ અચલગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી કલ્પેશ નાગડા તેમજ અન્ય ૧૬ જેટલા પ્રતિનિધિઓએ મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના ઉપાધ્યક્ષ ચેતનભાઈ દેઢિયાની મુલાકાત લીધી હતી. તેમણે આ અન્યાયી કાર્યવાહી સામે પંચ સમક્ષ લેખિતમાં કડક રજૂઆત કરી હતી.
લઘુમતી પંચે BMC પાસે જવાબ માંગ્યો
જૈન ડેલિગેશન દ્વારા સબમિટ કરાયેલા પત્રને ગંભીરતાથી લેતાં, લઘુમતી પંચના ઉપાધ્યક્ષ ચેતનભાઈ દેઢિયાએ તાત્કાલિક ધોરણે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને પત્ર પાઠવ્યો છે. તેમણે પાલિકા પ્રશાસનને આ તોડકામ અંગે ત્વરિત અને સ્પષ્ટ ઉત્તર આપવા કડક આદેશ આપ્યા છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
