થાણા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થો વિરૂદ્ધ ચલાવવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત ઠાણે ક્રાઈમ બ્રાન્ચ (યુનિટ-1) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. કલ્યાણ ફાટા વિસ્તારમાંથી ₹3 કરોડ 4 લાખની કિંમતનું 1 કિલો 520 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.
રિક્ષામાં ડ્રગ્સ વેચવા આવ્યો હતો
પોલીસ ઈન્સ્પેક્ટર અમોલ વાલઝાડેને મળેલી બાતમીના આધારે 26 જુલાઈ 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે કલ્યાણ ફાટા ખાતે આવેલા ક્વિન્સ કેર હોસ્પિટલ સામેના જાહેર રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યાં MH-04-MT-3662 નંબરની ઓટો રિક્ષામાં આવેલા સલમાન મુન્ના શેખ (ઉંમર વર્ષ 30, રહે. મુંબ્રા)ને શંકાના આધારે તાબામાં લેવામાં આવ્યો હતો.

કુલ ₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત
તેની તલાશી લેતાં તેની પાસેથી વ્યાપારી માત્રામાં (Commercial Quantity) ₹3 કરોડ 4 લાખની કિંમતનો 1 કિલો 520 ગ્રામ એમ.ડી. પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ ₹3 કરોડ 5 લાખ 260નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
પોલીસ કસ્ટડી મંજૂર
આરોપી વિરુદ્ધ શીળડાયઘર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. કાયદા (NDPS Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અદાલતે તેને 31 જુલાઈ 2026 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો તે બરાબર કોની પાસેથી લાવ્યો હતો, તેની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રકાશ શિરસાઠ કરી રહ્યા છે.

આ સફળ કામગીરી ઠાણે પોલીસ કમિશનર આશુતોષ ડુંબરે, જોઈન્ટ પોલીસ કમિશનર જ્ઞાનેશ્વર ચૌહાણ, એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) ડૉ. પંજાબરાવ ઉગલે, ડેપ્યુટી પોલીસ કમિશનર અમરસિંહ જાધવ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શેખર બાગડેના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે કરી હતી.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
