ઘણા કેસમાં કોલન કેન્સર ઘાતક સાબિત થાય છે તેનું કારણ છે કે આ કેન્સરના શરુઆતી લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી, ધીરેધીરે લક્ષણો દેખાય છે પણ મહિલાઓ તો આ લક્ષણોને ઈગ્નોર કરી દે છે. આજે જાણીએ મહિલાઓને આંતરડાનું કેન્સર થાય તો કેવા લક્ષણો દેખાતા હોય છે.
કેન્સરને લઈને આજે પણ લોકો ઓછા જાગૃત છે એવું કહી શકાય કારણ કે ઘણા લોકો કેન્સરની શરુઆતના લક્ષણોને સામાન્ય બીમારીઓ ગણીને લાંબા સમય સુધી ઈગ્નોર કરે છે જેના કારણે કેન્સર શરીરમાં ફેલાય જાય છે. કોલન કેન્સરમાં પણ આવું જ થાય છે. આંતરડાનું કેન્સરને રોકવામાં મદદ મળી શકે છે જો શરુઆતમાં જ તેના લક્ષણોને ઓળખીને સારવાર શરુ કરી દેવામાં આવે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કેન્સરના લક્ષણોને ઈગ્નોર કરવાની વાતમાં મહિલાઓ સૌથી આગળ હોય છે. મહિલાઓ પોતાને થતી નાની-મોટી સમસ્યાને ત્યાં સુધી ઈગ્નોર કરે છે જ્યાં સુધી થઈ શકતું હોય. પરંતુ કેન્સરની વાતમાં આવી બેદરકારી ભારે પડી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ મહિલાઓએ શરીરમાં દેખાતા કયા લક્ષણોને ઈગ્નોર કરવા નહીં.

આંતરડાના કેન્સરની શરુઆત કઈ રીતે થાય ?
આ કેન્સરની શરુઆત આંતરડાની અંદરની નાની કોશિકાઓના ગુચ્છા બનવાથી થાય છે. આ ગુચ્છાને પોલીપ્સ કહેવાય છે. સામાન્ય રીતે બધા પોલીપ્સ કેન્સરયુક્ત હોતા નથી. પણ ધીરે ધીરે કેટલાક પોલીપ્સ કેન્સરમાં બદલી જાય છે. તેથી ડોક્ટર કહે છે કે સમયે સમયે આંતરડામાં પોલીપ્સની તપાસ કરાવતા રહેવું. જો આંતરડાના પોલીપ્સ કેન્સરયુક્ત થયા હોય તો મહિલાઓને કેટલાક લક્ષણો દેખાવા લાગે છે.
આંતરડાના કેન્સરના શરુઆતી લક્ષણો
મહિલાઓમાં આંતરડાના કેન્સરના શરુઆતી લક્ષણો માસિક સમયે થતી તકલીફો જેવા હોય શકે છે. જેમાં અબડોમીનલ ક્રેમ્પ, બ્લોટિંગ જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આ સિવાય મળ ત્યાગ કરવાની આદતમાં ફેરફાર થઈ જવો, મળમાં લોહી આવવું જેવા લક્ષણ પણ દેખાય શકે છે. શરુઆતમાં થતા ફેરફારો સામાન્ય લાગે છે પણ ધીરે ધીરે કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે. આ દિવસે આખો દિવસ થાક રહે, શરીરમાં આયરનની ઊણપ અને વજન ઓછું થઈ જવા જેવા લક્ષણોને પણ ગંભીરતાથી લેવા જોઈએ.

મહિલાઓમાં કોલન કેન્સર થવાનું કારણ
ડોક્ટરના જણાવ્યા અનુસાર મહિલાઓમાં આંતરડાનું કેન્સર થવાનું સૌથી મોટું કારણ ખોરાકમાં ફાઈબરની ખામી માનવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ દિવસ દરમિયાન માત્ર 15 ટકા જેટલું ફાઈબર લેતી હોય છે. જ્યારે આંતરડાના બેક્ટેરિયાને 25 ટકા ફાઈબરની જરૂર પડે છે. શરીરમાં ફાઈબર ઓછું હોય એટલે આંતરડાને નુકસાન થવા લાગે છે અને કેન્સર થવાનું રિસ્ક પણ વધી જાય છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
