મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ‘અક્ષય ફૂડ પ્લાઝા’ હોટેલ પર અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (FDA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલિદાસ નાટયગૃહની સામે આવેલી આ લોકપ્રિય હોટેલમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ખોરાક બનાવતી વખતે અને તેનો સંગ્રહ કરતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. હોટેલના રસોડામાં ભારે ગંદકી જોવા મળી હતી. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જરૂરી એવા કેટલાક મહત્વના નિયમો અને ઘોરણોનું હોટેલ પ્રશાસન દ્વારા પાલન કરવામાં આવ્યું ન હતું. હલકી ગુણવત્તાવાળી સામગ્રી અને દૂષિત ઘટકોના વપરાશની આશંકાને પગલે તંત્ર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. નિયમોના ભંગ બદલ હોટેલને નોટિસ ફટકારવામાં આવી છે.

જ્યાં સુધી આ ખામીઓ સુધારવામાં નહીં આવે ત્યાં સુધી હોટેલનું લાયસન લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા મોટો દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હોટેલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ અને ઉપનગરોની હોટેલોમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં ચલાવી લેવામાં નહીં આવે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે તેવી ચેતવણી FDA દ્વારા આપવામાં આવી છે.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
For more details… Contact 9322529232 / 9324483455
