મોતિયો આંખની એક બીમારી છે. આંખમાં મોતિયો આવે એટલે ઓપરેશન કરાવવું જરૂરી હોય છે. આજે તમને આંખમાં મોતિયો આવવાની શરુઆત થાય ત્યારે કેવા લક્ષણો જોવા મળે છે તે જણાવીએ.
મોતિયો એવી સમસ્યા છે જેમાં આંખના લેન્સ ધુંધળા થઈ જાય છે. જેના કારણે પ્રકાશ રેટિના સુધી બરાબર રીતે પહોંચતો નથી અને તેના કારણે ધુંધળુ દેખાય છે. મોતિયો આવે એટલે ધુંધળુ દેખાવાની સાથે અન્ય કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણો કયા છે ચાલો તમને જણાવીએ.
ડોક્ટરના જણાવ્યા અનુસાર આંખમાં મોતિયો આવવો એવી સ્થિતિ છે જેમાં આંખની જોવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થવા લાગે છે. મોતિયો આવે પછી સમયસર તેનો ઈલાજ કરવો જરૂરી હોય છે. અને ઈલાજ ત્યારે થઈ શકે છે જ્યારે સમય રહેતા મોતિયાના લક્ષણોને ઓળખી અને સારવાર લેવામાં આવે. મોતિયો આવે ત્યારે દેખાતા શરુઆતી લક્ષણો.

મોતિયાના શરુઆતી લક્ષણો
1. આંખમાં મોતિયો હોવાનું સૌથી પહેલું લક્ષણ છે આંખે ધૂંધળુ દેખાવું.
2. આંખમાં મોતિયો હોય તો રાતના સમયે કાર ચલાવવામાં તકલીફ પડે છે.
3. આંખમાં લાઈટ કે તડકો આવે તો વધારે તકલીફ થવા લાગે છે.
4. એક આંખથી જોવાથી વસ્તુ બે-બે દેખાવી મોતિયાનું લક્ષણ હોય શકે છે.
5. દર થોડા મહિનામાં નંબર બદલતા હોય તો આંખની સમસ્યા હોય શકે છે.
6. મોતિયાના કારણે રંગ સ્પષ્ટ દેખાતા નથી. સફેદ રંગ પણ થોડો પીળો દેખાય છે.
મોતિયો થવાનું જોખમ કોને વધારે ?
-સામાન્ય રીતે મોતિયો ઉંમર વધે એટલે થતી સમસ્યા છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીને અને સ્ટિરોયડ દવા લેતા લોકોને પણ મોતિયો થઈ શકે છે.
-વધારે સમય જેઓ તડકામાં રહેતા હોય તેમને પણ આંખ સંબંધિત આ સમસ્યા થઈ શકે છે.
-આંખમાં ઈજા થઈ હોય કે આંખની સર્જરી થઈ હોય તેને પણ મોતિયો થઈ શકે છે.
-પરિવારમાં પહેલાથી કોઈને મોતિયો આવ્યો હોય તો આગળ જતા બાળકોને પણ આવી શકે છે.

મોતિયાનો ઈલાજ ન થાય તો શું થાય ?
મોતિયો આવ્યા પછી સારવાર ન કરવામાં આવે તો આંખની રોશની ધીરેધીરે ઓછી થવા લાગે છે અને થોડા સમયમાં સંપૂર્ણ અંધાપો આવી શકે છે. આ સિવાય મોતિયો પાકી જાય તો ગ્લૂકોમા થવાનું જોખમ વધે છે. જેના કારણે આંખની અંદર દબાણ વધે છે અને અસહ્ય પીડા થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

