થાણેના હિરાનંદાની એસ્ટેટમાં રહેતા અને જાણીતા કેટરર્સ સાથે ₹૯.૦૯ લાખની છેતરપિંડી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે તેમણે થાણેના જ રહેવાસી અજયકાંત સિંહા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ અનુસાર, વર્ષ ૨૦૨૪માં એક પરિચિત વ્યક્તિ દ્વારા હરિશ બંગેરાની મુલાકાત અજયકાંત સાથે થઈ હતી. અજયકાંતે પોતાની પુત્રીની સગાઈ માટે સમૃદ્ધિ હોલ બુક કર્યો હતો, જેનો હોલ ભાડું, ડેકોરેશન અને કેટરિંગ સહિતનો કુલ ખર્ચ ₹૫.૮૪ લાખ નક્કી થયો હતો. અજયકાંતે એડવાન્સમાં એક પણ રૂપિયો આપ્યો નહોતો અને સગાઈનો પ્રસંગ પતી ગયા પછી પણ પૈસા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરતો રહ્યો હતો.

બીમારીનું બહાનું ધરી વધુ પૈસા પડાવ્યા નવાઈની વાત એ છે કે, જૂના પૈસા ચૂકવવાને બદલે અજયકાંતે પોતાની પત્ની કેન્સરથી પીડિત હોવાનું કહી સારવારના નામે બંગેરા પાસેથી વધુ ₹૩.૨૫ લાખ ઉધાર લીધા હતા. આમ કુલ રકમ ₹૯.૦૯ લાખ પર પહોંચી ગઈ હતી.
ત્યારબાદ અજયકાંતે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને તેનું ઘર પણ બંધ જોવા મળ્યું હતું. ભારે જહેમત બાદ જ્યારે સંપર્ક થયો ત્યારે અજયકાંતે નફ્ફટાઈથી ધમકી આપતા કહ્યું કે, “જા પૈસા નહીં આપું, જે કરવું હોય તે કરી લે.” અંતે છેતરાયાનો અહેસાસ થતાં બંગેરાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે અને મુલુન્ડ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
