મુલુન્ડ-ગોરેગાંવ લિન્ક રોડ પર આવેલા જાણીતા ડી-માર્ટ મોલમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. પરંતુ, ભીડનો ફાયદો ઉઠાવીને બે શખ્સો મોલના ‘બેડ એન્ડ બાથ’ વિભાગમાં કિંમતી સામાન પર હાથ સાફ કરી રહ્યા હતા. તેઓ એ વાતથી અજાણ હતા કે ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા તેમના પર જ નજર રાખી રહ્યા હતા.

ફેસિલિટી ગાર્ડની સતર્કતાને કારણે આખી ચોરી પકડાઈ ગઈ. મુખ્ય સિક્યોરિટીએ તુરંત એક્શન લઈને બંનેને ટ્રાયલ રૂમમાં લઈ જઈ તપાસ કરી, તો તેમના કપડાંમાંથી આશરે ₹૧૪,૮૫૮નો ઘરવખરીનો સામાન મળી આવ્યો હતો. પકડાઈ જતાં જ ચોરોએ સિક્યોરિટી ગાર્ડને પૈસાની લાલચ આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રમાણિક ગાર્ડે તુરંત ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી દીધી. મુલુન્ડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સાગર લોખંડે (૩૩) અને રોહિત બોરાડે (૩૨) નામના આ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
