અર્થવ્યવસ્થા પર દબાણ, વૈશ્વિક અશાંતિ અને શેરમાર્કેટમાં ઘટાડાના લીધે રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ફટકો પડ્યો છે. તેથી આ ક્ષેત્ર મંદીમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. જો કે તાજેતરમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે મુંબઈમાં ઘરનું વેચાણ વિક્રમજનક રીતે થયું છે.
મુંબઈમાં પ્રોપર્ટી માર્કેટમાં ઘર ખરીદનારાઓનો વિશ્વાસ વધેલો દેખાય છે. 2026ના પહેલા છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂનમાં મુંબઈમાં ઘરવેચાણે 13 વર્ષનો વિક્રમ તોડ્યો છે. રિયલ એસ્ટેટ સલાહકાર કંપની નાઈટફ્રેન્ક ઈંડિયાના તાજા અહેવાલ અનુસાર આ વર્ષના પહેલા છ મહિનામાં મુંબઈમાં કુલ 80 હજાર 221 માલમતાની નોંધણી થઈ છે, મહારાષ્ટ્ર સરકારને સ્ટેમ્પ ડ્યુટીના સ્વરૂપે 6 હજાર 968 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે.

મુંબઈની રેસિડેન્સિયલ માર્કેટ મંદીના તમામ ડરને અવગણીને ઐતિહાસિક ઝડપે વધી રહી છે. પ્રાઈમરી અને સેકન્ડરી માર્કેટની આ તેજીને કારણે સરકારી તિજોરીમાં 6 હજાર 698 કરોડ રૂપિયા જમા થયા છે જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા 4 ટકા વધારે છે. મુંબઈ મહાપાલિકાના અખત્યાર હેઠળ આવતા આ શહેરે 2013 પછી સર્વોતમ પ્રથમ છ માસિક કામગિરી નોંધાવી છે. પ્રાઈમરી અને સેકન્ડરી બંને વ્યવહારનો સમાવેશ કરીયે તો કુલ નોંધણીમાં વાર્ષિક 6 ટકાનો વધારો થયો છે. આ વ્યવહારમાંથી મળેલી સ્ટેમ્પ ડ્યુટીમાં વાર્ષિક 4 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્ર સરકારને જૂન મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે 1 હજાર 77 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે જે ગયા વર્ષની સરખામણીએ 4 ટકા વધારે છે. મે 2026ની સરખામણીએ જૂનમાં માસિક આધાર પર માલમતા નોંધણીમાં 7 ટકા અને સ્ટેમ્પ ડ્યુટી સંકલનમાં 2 ટકાનો વધારો અપેક્ષિત છે. તેથી મુંબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટ તેજીમાં હોવાનું દેખાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
