શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા શિક્ષણ અને સામાજિક સેવાની સરવાણી વહાવતો એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રવિવાર, તારીખ ૧૪ જૂનના રોજ મંડળ દ્વારા ધોરણ ૧ થી ૯ માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કલ્યાણકારી પ્રસંગે સમાજના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ‘ગુર્જરભૂમિ’ ન્યૂઝ પેપરના તંત્રી શ્રી શાંતિલાલ ઠક્કર પણ હાજર રહ્યા હતા. તેમણે મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓને સ્કૂલ ફી સહાય માટેના ફોર્મ આપવામાં આવ્યા. ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટેનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો.


શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, મંડળ આગામી સમયમાં પણ આવી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
