જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ તાપમાનનો પારો માણસો પર હાવી થઈ રહ્યો છે. દુનિયાભરમાં સામાન્ય રીતે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જાય તો સાયન્ટિફીક રિસર્ચ પણ ચેતવણી આપે છે. માણસનું શરીર વધારામા વધારે કેટલી ગરમી સહન કરવાની ફિજિયોલોજિકલ લિમિટ ધરાવે છે. જો આ લિમિટ પાર થઈ ગઈ તો શરીરની અંદર શું બદલાવ આવે છે, હીટસ્ટ્રોક કેવી રીતે માણસના શરીર પર હાવી થઈ જાય છે, માનવ શરીર કેટલા ડિગ્રી તાપમાન સહન કરી શકે છે જાણો બધુ… જીવતા રહેવા માટે ગરમીનું ગણિત સમજો નોર્મલ કન્ડીશનમાં માનવ શરીર લગભગ 37 ડિગ્રી તાપમાનમાં સ્ટેબલ હોય છે. ડેટા કહે છે કે, હેલ્ધી યુવાઓ માટે સેફ ફિજિયોલોજિકલ લિમિટિ હકીકતમાં 30 ડિગ્રી તાપમાનતી 31 ડિગ્રી તાપમાન સુધીનું છે. જ્યારે હ્યુમિડિટી વધી જાય છે, તો પસીનાનું ચામડી પરથી બાષ્પીભવન થતું નથી. જેનાતી શરીરની પ્રાઈમરી કુલિંગ સિસ્ટમ બેકાર બની જાય છે. જ્યારે કે, બેઝિક રિસર્ચ (શેખુડ એન્ડ હ્યુબર 2010) એ પહેલા અનુમાન લગાવ્યું હતું કે, માણસને બચવા માટે પૂરતી લિમિટ 35 ડિગ્રી તાપમાનના વેટ બલ્બ ટેમ્પેચર પર છ કલાક સુધી રહે છે. નવા રિસર્ચે આ લિમિટને ઘટાડી દીધું છે.

45°C હીટવેવમાં શરીરની અંદર શું થાય છે?
જ્યારે એમ્બિએન્ટ ટેમ્પરેચર 45°C ને પાર કરી જાય છે. ખાસ કરીને વધતી હ્યુમિડિટીની સાથે શરીર ગંભીર ફિજિયોલોજિકલ તકલીફની સ્થિતિમાં જતું રહે છે. નુકસાન અલગ અલગ સ્ટેજમાં થાય છે. ગરમીને બહાર કાઢવા માટે દિલ તેજીથી ચામડીની સપાટી પર અને રક્ત પંપ કરવા લાગે છે. પસીનો આવવાને કારણે તેજીથી ડિહાઈડ્રેશન થાય છે, જેને કારણે થાક, માથાનો દુખાવો, ચક્કર આવવું, માંસપેશીઓમાં દર્દ થવું વગેરે થાય છે.
કુલિંગ સિસ્ટમ ખરાબ થઈ જાય છે?
જેમ તાપમામ 45°C અને 47°C ની વચ્ચે ચઢે છે, તેમ શરીરનું કુલિંગ નેટવર્ક બંધ થઈ જાય છે. પસીનો અંદર જવાનું બંધ થઈ જાય છે. પાણી ઓછું થઈ જવાથી રક્ત ગાઢું થવા લાગે છે. જેનાથી કિડની અને દિલ પર ભાર પડવા લાગે છે. જ્યારે શરીરની અંદરનું તાપમાન 40°C (104°F) કે તેનાથી વધી જાય તો ક્લિનિકલ હીટસ્ટ્રોક થાય છે. તેના લક્ષણોમાં તાવ, મગજનું કામ કરવું બંધ થવું, બેહોશી વગેરે સામેલ છે.
મોતની ટાઈમલાઈન – આ ગરમી કેટલા સમયમાં જીવ લઈ શકે છે?
મેડિકલ રિસર્ચ જણાવે છે કે, શરીરની અંદર વધેલું કોર ટેમ્પરેચર સેલ્સના જીવતા રહેવા માટે એક ટિક-ટિક ઘડિયાળની જેમ કામ કરે છે. 40.5°C થી 41°C ના અંદરના કોર ટેમ્પરેચર પર, દર્દીને જીવતા રહેવા માટે તાત્કાલિક ઈમરજન્સી કુલિંગની જરૂર હોય છે. અંદરનું તાપમાન 42°C થી 43°C (107.6°F) સુધી પહોંચી જાય છે, તો ગરમીથી સેલ્યુલર પ્રોટીન ફિજીકલી પાકી જાય છે. જેનાથી દિમાગ, લીવર, કિડની અને દિલને હંમેશા નુકસાન થાય છે. જેને રિપેર કરવું મુશ્કેલ બને છે. 43°C ડિગ્રીથી વધુનું તાપમાન લગભગ તમામ કિસ્સાઓમાં જીવલેણ સાબિત થઈ શકે છે.

તાપમાન વધી જાય તો શરીરનું શું થાય…?
વધારે ગરમીથી તણાવમાં માણસનું શરીર ફિઝિયોલોજિકલ બ્રેકડાઉનના ખતરનાક સ્ટેજમા પહોંચી શકે છે. કારણ કે, અંદરનું તાપમાન વધે છે. 37°C (98.6°F) ના નોર્મલ રેન્જમાં શરીરના તમામ અંગો સારી રીતે કામ કરી શકે છે અને મેટાબોલિઝમ એક્ટિવિટી સ્થિર રહે છે. જો અંદરનું તાપમાન 40°C (104°F) સુધી વધી જાય છે તો તેનાથી ક્લિનિકલ હીટ સ્ટ્રોક થાય છે. જેનાથી તાવ, ઉલટી, ન્યૂમરોલોજિકલ કન્ફ્યુઝન થાય છે. તાપમાન 40.5°C થી 41°C ની વચ્ચે વધે તો, શરીર એડવાન્સ હીટ સ્ટ્રોકમાં જતુ રહે છે. જેનાથી એક ગંભીર મેડિકલ ઈમરજન્સી બની જાય છે. જેનાથી મોતને તાત્કાલિક રોકવું જરૂરી બની જાય છે.
તાપમાન 42°C થી 43°C સુધી પહોંચી જાય તો ઓર્ગન ડેમેજ થ્રેશહોલ્ડને પાર કરી જાય છે. તો બહુ જ વધુ ગરમી સેલ્યુલર પ્રોટીનને ફિઝીકલી બાળી નાંખે છે. જેનાથી દિમાગ, કિડની અને લિવર જેવા અંગો હંમેશા માટે ડેમેજ થઈ જાય છે. અને અંતે જો અંદરનું તાપમાન 43°C થી વધુ પહોંચે છે, તો તે આખી સિસ્ટમના ફેલ્યોરનું કારણ બને છે. જેનાથી દરે જગ્યાએ જીવલેણે સેલ્યુલર બ્રેકડાઉન થાય છે. જેનાથી બચવું લગભગ અશક્ય છે. 45°C થી વધુ ભેજવાળા વાતાવરણમાં એક સ્વસ્થ વ્યક્તિ લગભગ 2 થી 6 કલાક બહાર રહેવાથ જીવલેણ હીટસ્ટ્રોકનો શિકાર બની શકે છે. ડેટા કહે છે કે, ક્લાસીક હીટ સ્ટ્રોકમાં મોતનો દર 10 ટકાથી 65 ટકા સુધી હોય છે. જે આ વાત પર નિર્ભર હોય છે કે, મેડિકલ મદદ કેટલી જલ્દી મળી રહે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
