નવી મુંબઈ શહેરમાં 504 ઈમારત જોખમકારક છે એમ મહાપાલિકા પ્રશાસને જાહેર કર્યુ છે. આ ઈમારતોમાં 52 ઈમારતો અતિજોખમકારક છે જેમાં સૌથી વધારે ગિરદીવાળી એપીએમસી માર્કેટની કાંદાબટાટા માર્કેટ અને મસાલા માર્કેટનો સમાવેશ છે.
મહાપાલિકા પ્રશાસને વેબસાઈટ પર જાહેર કરેલી જોખમકારક ઈમારતોની યાદીમાં સી-2 ક્લાસમાં 102, સી-2બી ક્લાસમાં 297 અને સી-3 ક્લાસમાં 53 ઈમારતોનો સમાવેશ છે. નવી મુંબઈ શહેરમાં સી-1 ક્લાસમાં સમાવિષ્ટ 52 ઈમારતો રહેવા માટે અતિજોખમકારક અને રહેવા માટે અયોગ્ય છે. તેથી તેમને તરત ખાલી કરવી જરૂરી છે.
ઈમારતો ખાલી કરીને સ્ટ્રકચરલ ઓડિટ કરવું જરૂરી છે એવી સી-2 ક્લાસની 102 ઈમારત છે. ઈમારત ખાલી કરાવ્યા વિના સ્ટ્રકચરલ ઓડિટ કરવું જરૂરી એવી સી-2બી ક્લાસની 297 ઈમારત છે. એ સાથે જ ઈમારતનું નજીવુ રિપેરીંગ કરવું પડે એવી સી-3 ક્લાસમાં 53 ઈમારત છે.

જોખમકારક ઈમારતોની યાદી નવી મુંબઈ મહાપાલિકાની વેબસાઈટ પર વિભાગ સેક્શનમાં અતિક્રમણ વિભાગ માહિતીના સેક્શનમાં સામાન્ય માહિતી અંતર્ગત ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. મહાપાલિકાએ જોખમકારક ઘોષિત કરેલી ઈમારતોમાં રહેતા રહેવાસીઓને ઈમારત ખાલી કરવાની નોટિસ બજાવવામાં આવી છે. જો આ ઈમારતોનો નિવાસ અને વ્યાપારી ઉપયોગ બંધ ન થયો તો સી-1 ક્લાસની ઈમારતોના વીજ અને પાણી જોડાણ કાપવામાં આવશે.
અતિજોખમકારક ઈમારતો રહેવાસીઓએ તરત ખાલી કરવી એવી હાકલ મહાપાલિકા કમિશનર ડો. કૈલાસ શિંદેએ કરી છે. ઈમારતો ખાલી કરીને સ્ટ્રકચરલ ઓડિટ જરૂરી છે એવી ઈમારતોનું રિપેરીંગ કરીને જરૂરી ઉપાયયોજના કરવી જરૂરી છે. આ બાબતે કોઈ પણ જોખમકારક પરિસ્થિતિ ઉદભવશે તો એના માટે મહાપાલિકા જવાબદાર નહીં રહે એની નોંધ લેવી એમ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
