ઉનાળામાં નાળિયેર પાણી પીવું સૌથી બેસ્ટ છે. નાળિયેર પાણી તુરંત એનર્જી આપે છે. પણ નાળિયેર પાણી પીવામાં આ 5 ભુલો કરો તો નાળિયેર પાણી શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે. એટલા માટે આ ભુલો ક્યારેય કરવી નહીં.
ઉનાળામાં નબળાઈનો અનુભવ થાય ત્યારે સૌથી પહેલાં નાળિયેર પાણી યાદ આવે છે. નાળિયેર પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને શરીરની નબળાઈ તુરંત દૂર થાય છે કારણ કે નાળિયેર પાણી ઝડપથી શરીરને હાઇડ્રેટ કરે છે. નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ, પોટેશિયમ સહિતના તત્વો ભરપૂર માત્રામાં હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ઉનાળામાં નાળિયેર પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. પરંતુ આ ફાયદા ત્યારે થાય જ્યારે નાળિયેર પાણી પીવામાં આ પાંચ ભૂલ કરવામાં ન આવે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઉનાળા દરમિયાન નાળિયેર પાણી પીતી વખતે આ 5 ભૂલ કરવાનું ટાળવું જોઈએ. આ 5 ભૂલ કરવાથી નાળિયેર પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે. જો તમે પણ ઉનાળામાં રોજ નાળિયેર પાણી પીવો છો તો તમને આ વાતની ખબર હોવી જોઈએ. જો તમે નથી જાણતા તો આજે જાણી લો કે કઈ 5 ભુલો નથી કરવાની.

પેકેટવાળું નાળિયેર પાણી
ઘણા લોકો માર્કેટમાંથી તાજુ નાળિયેર ખરીદીને તેનું પાણી પીવાને બદલે પેકેટમાં મળતા નાળિયેર પાણી પીતા હોય છે. આવું નાળિયેર પાણી ફાયદાના બદલે નુકસાન કરી શકે છે. કારણ કે પેકેટમાં મળતા નાળિયેર પાણીમાં ખાંડ અને પ્રિઝરવેટીવ ઉમેરેલા હોય છે. આવું પાણી ડાયાબિટીસના દર્દીઓ પીવે તો બ્લડ સુગર વધી શકે છે. નાળિયેર પાણી પીવું હોય તો હંમેશા તાજું જ પીવું જોઈએ.
ખાલી પેટ નાળિયેર પાણી
હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારના સમયે નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે. પરંતુ ખાલી પેટ નાળિયેર પાણી પીવાની ભૂલ કરવી નહીં. સવારે ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે અને પેટ ભારે થઈ જાય છે. આ સિવાય સવારે ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી વારંવાર પેશાબ જોવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે..
એક્સરસાઇઝ પછી નાળિયેર પાણી પીવું
ઘણા લોકો એક્સરસાઇઝ કર્યા પછી તુરંત નાળિયેર પાણી પીતા હોય છે પરંતુ આ ભૂલ પણ ક્યારેય કરવી નહીં. એક્સરસાઇઝ કર્યા પછી નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન ઉભું થાય છે. એક્સરસાઇઝ પછી શરીરને પ્રોટીન મળે તેવી વસ્તુઓ ખાવી કે પીવી જોઈએ. નાળિયેર પાણી પીવાથી પેટ ફુલી જવું, સોડિયમ લેવલ ઘટી જવું જેવી સમસ્યા થઈ શકે છે.
રાત્રે નાળિયેર પાણી પીવું
નાળિયેર પાણી પીવાથી ફાયદા થાય છે તે વાત જાણીને ઘણા લોકો રાત્રે પણ નાળિયેર પાણી પી લેતા હોય છે. રાત્રે નાળિયેર પાણી પીવું શરીરની સમસ્યા વધારી શકે છે. રાતના સમયે ક્યારેય નાળિયેર પાણી પીવું નહીં.. રાત્રે નાળિયેર પાણી પીવાથી શરદી, ઉધરસ, કફ સહિતની સમસ્યા વધી શકે છે.

જમ્યા પછી નાળિયેર પાણી પીવું
પાંચમી ભૂલ છે જમ્યા પછી નાળિયેર પાણી પીવાની. જે રીતે ખાલી પેટ નાળિયેર પાણી પીવું હાનિકારક છે તે રીતે જ જમ્યા પછી નાળિયેર પાણી પીવાથી પણ પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે.. જમ્યા પછી ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર નાળિયેર પાણી પીવાથી ગેસ, કબજિયાત, ઉલટી, પેટમાં દુખાવો જેવી તકલીફો થઈ શકે છે. નાળિયેર પાણી પીવું પણ હોય તો જમ્યાની એકાદ કલાક પછી પી શકાય છે. પરંતુ જમ્યા પછી તુરંત નાળિયેર પાણી પીવાનું હંમેશા ટાળવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
