મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીના ભાવમાં ફરી એક વાર વધારો થતાં સીએનજી વાહનચાલકો પર આર્થિક બોજો વધ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) એ 14 મેથી સીએનજીના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો દર 84 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે અગાઉ 82 રૂપિયા હતો.
આ વધારાની સીધી અસર મુંબઈના પરિવહન ક્ષેત્ર પર પડશે. એમએમઆર વિસ્તારમાં અંદાજે 12.8 લાખથી વધુ વાહનો સીએનજી પર આધારિત છે. તેમાં લગભગ 4.7 લાખ ઓટોરિક્ષા, 1.6 લાખ ટેક્સીઓ અને 5 લાખથી વધુ ખાનગી કારનો સમાવેશ થાય છે. પરિણામે, સીએનજીના ભાવમાં નાના વધારાથી પણ દૈનિક મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
એમજીએલના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના વધતા ભાવ, રૂપિયાના અવમૂલ્યન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને કારણે ગેસ ખરીદી ખર્ચમાં વધારો થયો છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપો અને ઊર્જા બજારમાં અનિશ્ચિતતાને કારણે કંપની પર વધારાનો ખર્ચનો બોજો આવ્યો છે, જેના કારણે સીએનજીના ભાવમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો.

આ વધારાની અસર બેસ્ટ અને અન્ય સીએનજી આધારિત જાહેર પરિવહન સેવાઓ પર પણ પડશે. જોકે એમજીએલએ સ્પષ્ટ કર્યું છે કે વધેલા દર છતાં સીએનજી હજુ પણ પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સસ્તું અને પર્યાવરણમૈત્રી ઇંધણ તરીકે વધુ કિફાયતી વિકલ્પ છે.
ઓટો-રિક્ષાનું ભાડું રૂ. 1 વધારવા માગણી સીએનજીના ભાવ વધારા સામે ઓટો-રિક્ષા યુનિયનોએ ભાડામાં વધારો કરવાની માંગ ઉઠાવી છે. યુનિયનના નેતાઓએ જણાવ્યું છે કે, સતત વધતા ઇંધણ ખર્ચને કારણે ડ્રાઇવરોની આવક ઘટી રહી છે અને હાલના ભાડા દર હેઠળ વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે ઓટો ભાડાના પ્રારંભિક દરમાં ઓછામાં ઓછો 1 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી છે. ટેક્સી સંચાલકો પણ સમાન ભાડા સુધારા માટે દબાણ કરે તેવી શક્યતા છે.
એમજીએલે કહ્યું સીએનજી સસ્તું જ દરમિયાન મહાનગર ગેસ લિમિટેડે સીએનજી હજુ પણ પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સસ્તું હોવાનો દાવો કર્યો છે. હાલના દર અનુસાર સીએનજી વાપરવામાં આવે તો પેટ્રોલની તુલનામાં આશરે 44 ટકા અને ડીઝલની તુલનામાં આશરે 7 ટકા બચત થાય છે. આમ છતાં સીએનજીના દર વધતાં નાગરિકોની ચિંતા વધી છે.
મુંબઈમાં 5 લાખથી વધુ સીએનજી વાહન દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા હોવાથી મુંબઈમાં 5 લાખથી વધુ ખાનગી કાર ધારકોએ સીએનજીનો વિકલ્પ અપનાવ્યો છે. હવે સીએનજીના દર પણ વધતા રહેતા હોવાથી વાહનધારકોમાં નારાજી છે. સસ્તું અને કિફાયતી ઈંધણ તરીકે સીએનજી તરફ જોવાય છે, પરંતુ હવે તેની કિંમતો પણ વધતી રહે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
