નાગરવેલના પાન હેલ્થ પ્રોબ્લેમથી રાહત મેળવવા માટે કરી શકાય છે. આજે તમને જણાવીએ આ પાન કઈ સમસ્યામાં કેવી રીતે ઉપયોગમાં લેવું
નાગરવેલના પાનનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ પાન ધાર્મિક કાર્યોમાં પણ વપરાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ઉપયોગી છે.. આ પાનનો ઉપયોગ મુખવાસ સાથે પણ કરવામાં આવે છે.. આયુર્વેદ અનુસાર નાગર વેલના પાન એક ઔષધી છે કારણ કે તેની અંદર શરીરના રોગ દૂર કરી શકે તેવા પોષક તત્વ હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન જોવા મળે છે.. આમાંથી કેટલીક સમસ્યાઓ એવી હોય છે જેનું સમાધાન નાગર વેલના પાનનો ઉપયોગ કરવાથી મળી શકે છે. નાગરવેલના પાન કઈ કઈ સમસ્યાઓ માટે દવાની જેમ ઉપયોગી સાબિત થાય છે ચાલો જાણીએ.

પાચનની સમસ્યા
જો કોઈ વ્યક્તિનું પાચનતંત્ર નબળું હોય તો તેને પાચન સંબંધિત અલગ અલગ સમસ્યાઓ અવારનવાર થતી હોય છે. પાચનતંત્રની નબળાઈના કારણે કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. આવી તકલીફોમાં નાગરવેલના પાનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર જે લોકોને પાચનતંત્ર સંબંધિત સમસ્યા હોય તેણે જમ્યા પછી એક પાન ધીરે ધીરે ચાવી તેનો રસ ગળે ઉતારીને ખાવું જોઈએ.
યુરિક એસિડ
યુરિક એસિડમાં પણ પાન ઉપયોગી સાબિત થાય છે. યુરિક એસિડ વધારે હોય તે લોકો પાનનું સેવન કરે તો યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. પાનમાં રહેલા પોષક તત્વો શરીરમાં રહેલા યુરિક એસિડને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે.
દાંતની સફાઈ
કોઈપણ કારણસર દાંત પીળા પડી ગયા હોય અથવા તો દાંત સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો તેના માટે પણ નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકાય છે.. તેના માટે નાગરવેલના પાન પર થોડું લીંબુ લગાવી તેને ચાવીને ખાવાનું રાખો. આ રીતે નાગરવેલ નું પાન ખાવાથી દાંત મજબૂત થાય છે દાંત સાફ થાય છે અને દાંત સ્વસ્થ પણ રહે છે.

શરદીનો ઘરેલુ ઈલાજ
જો કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ અને માથામાં દુખાવાની ફરિયાદ હોય તો આ પાન ઉપયોગી સાબિત થશે. તેના માટે પાન પર થોડું મધ લગાડી દિવસમાં બેથી ત્રણ વખત ચાવીને ખાઈ લેવું. આ પાન ખાવાથી શરદીમાં રાહત મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
