મુલુંડ (વે)માં જે.એન. રોડના સાઈનાથ પ્લાઝા પાસે બેસતા ભાજીવાળાઓ માં શનિવાર, તા. ૨ મે ૨૦૨૬ના રાત્રે ૯.૩૦ કલાકે એક ભાજીવાલાએ બીજા ભાજીવાળા પર ચાકૂના ધા મારીને હત્યાની ઘટના ભર બજારે બનતાં દુકાનદારોએ ભયભીત થઈને દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. ઘટનાક્રમ અનુસાર રાકેશ નામના ભાજીવાળાની પત્ની સાથે મૃતક સંતોષકુમાર બિંદ (૨૪)ને અનૈતિક સંબંધ હોવાની શંકાને કારણે રાકેશ અને બિંદ વચ્ચે હંમેશા તંગ સંબંધો રહેતા હતા.
ઘટનાને દિવસે આ જ મામલે બન્ને વચ્ચે ફરી ઝઘડો થતાં પીવરએ સંતોષ ઉપર ચાકૂ સાથે હુમલો કરી તેના મોઢા, ગળું, છાતી, પેટ અને પીઠ પાછળ આડેધડ બન્ને હાથેથી વાર કરતાં સંતોષ ગંભીર રીતે ઘાયલ થતાં તેન ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાને પગલે હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૩ (૧) હેઠ ગુનો નોંધીને રાકેશ (૪૨)ની અટક કરવામાં આવી છે. આરોપીને ૭મે સુધી-અદાલતએ પોલીસ કસ્ટ આપી છે. આરોપી રાકેશ થીવે ઈન્દિરા નગરમાં રહે છે. ઘટનાની તપાસ પોલી અધિકારી નીતિન ખડગે રહ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
