ઉનાળાના વેકેશનમાં બહારગામની ટ્રેનોમાં પ્રચંડ ધસારા વચ્ચે મહારાષ્ટ્રની એસ.ટી. બસો પણ ચિક્કાર ભરાઈને દોડવા માંડી છે. આ રશનો લાભ લઈ ખાનગી લક્ઝરી બસવાળા બમણાંથી ત્રણ ગણું ભાડું વસૂલી રહ્યાં છે.
કુર્લા પૂર્વમાં આવેલા નેહરુ નગર બસ ડેપો દરરોજ પચ્ચીસ હજારથી વધુ પ્રવાસીઓની અવરજવરથી ધમધમવા માંડયું છે. બહારગામની મોટા ભાગની બસોનું રિઝર્વેશન ફૂલ થઈ ગયું છે. નેહરુ નગર બસ ડેપોમાંથી દરરોજ રાજ્યના વિવિધ ગામો અને શહેરો માટે ૩૯થી વધુ બસો દોડાવવામાં આવે છે. ઉપરાંત શહેર અને ઉપનગરોમાંથી ૩૫૦ બસની અવરજવર થાય છે.

એપ્રિલ મહિનો પૂરો થતાની સાથે જ મે મહિનામાં સમર વેકેશનનો રશ પૂરજોશમાં શરૃ થઈ ગયો છે. મુંબઈ, થાણે અને પાલઘરના મુખ્ય બસ ડેપોમાં પ્રવાસીઓનો એટલો ધસારો થઈ રહ્યો છે કે ઉભા રહેવાની જગ્યા નથી રહી. ધસારાને પહોંચી વળવા માટે મુંબઈ, થાણે, પાલઘરથી ૮૪ વધારાની બસો છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ રોજિંદી બસની ફેરીમાં લગભગ ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વીક-એન્ડમાં સ્પેશ્યલ બસની સંખ્યા હજી વધારવામાં આવશે.
ઉનાળાના વેકેશનમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી હંગામી ધોરણે ભાડાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ એસ.ટી. પરના ધસારાને લીધે તકનો લાભ લઈ ખાનગી લક્ઝરી બસવાળા બમણાંથી ત્રણ ગણું ભાડું પડાવવા માંડયા છે. મહામુંબઈ ક્ષેત્રમાંથી દરરોજ સેંકડો ખાનગી લક્ઝરી બસો દોડાવવામાં આવે છે. અગાઉ ખાનગી બસોનું ભાડું ૬૦૦થી ૮૦૦ રૃપિયા હતું તે અત્યારે દોઢ હજારથી અઢી હજાર પર પહોંચ્યું છે. ટિકિટ ભાડું અંદાજે આ પ્રમાણે વસૂલવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
