મુલુંડના વીર સાવરકર રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ગુજરાતી વરિષ્ઠ નાગરિક ચેતન શાહનો મોબાઈલ હૅક કરીને અજાણ્યા ગઠિયાએ રૂા. ૨.૮૭ લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો મામલો નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ફરિયાદ મુજબ ૮ એપ્રિલના ચેતનભાઈના મોબાઈલ પર એક લિન્ક પ્રાપ્ત થઈ હતી અને તેના થકી સાયબર ગઠિયાએ તેમનો ફોન હૅક કર્યો હતો. ૧૯ એપ્રિલના ચેતનભાઈના પુત્રને પેમેન્ટ ફેઈલ થવાનો મેસેજ પ્રાપ્ત થતાં તેમણે તપાસ કરી તો તેમના બેંક ખાતામાં માત્ર રૂા.૧૩૦ બેલેન્સ હતું. જેને પગલે ચેતનભાઈએ વધુ તપાસ કરતાં મોટાપાયે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું અને તેને માટે ચેતનભાઈને મોબાઈલ હૅક થયો હોવાની બેંક તરફથી કોઈ મેસેજ મળ્યો નહોતો.

તપાસમાં જાણવા મળ્યું કે ૮ એપ્રિલથી ૧૯ એપ્રિલ દરમ્યાન ચાર ટ્રાન્ઝેક્શન થકી રૂા. ૨.૮૭લાખ અન્ય બેંકના અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે તેમણે ૧૯ એપ્રિલના સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પ૨ ફરિયાદ નોંધાવી હતી. નવઘર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
