મહારાષ્ટ્રમાં કૂતરા કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર પડકાર બની રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, વર્ષ 2026ના પહેલા ત્રણ મહિનામાં જ કુલ 4,99,553 કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. આ સાથે, હડકવાથી 19 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
આંકડાઓ મુજબ, વર્ષ 2025માં રાજ્યભરમાં કુલ 15.19 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 2024માં આ આંકડો 11.41 લાખ હતો. આ સતત વધતી જતી સંખ્યા રાજ્યમાં રખડતા કૂતરાઓના વધતા પ્રભાવને દર્શાવે છે.આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કૂતરા કરડવાના કેસોમાં વધારાના મુખ્ય કારણોમાં રખડતા કૂતરાઓની વધતી વસ્તી, ખુલ્લા કચરાના ઢગલાઓમાં ખોરાકની સરળ ઉપલબ્ધતા, પ્રજનન ચક્ર દરમિયાન કૂતરાઓમાં વધતું આક્રમક વર્તન અને આરોગ્ય તંત્ર દ્વારા સુધારેલી રિપોર્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કચરા વ્યવસ્થાપનની ખામી આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે.જિલ્લાવાર આંકડાઓ મુજબ, પુણેમાં સૌથી વધુ 9 હડકવાથી મોત નોંધાયા છે. ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, ચંદ્રપુર, નાગપુર, વર્ધા, મુંબઈ, થાણે, સાંગલી, સતારા અને રાયગઢ જિલ્લામાં પણ હડકવાના કારણે મોત નોંધાયા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
