મુલુંડ-ઈસ્ટના નાઈન્ટી ફીટ રોડ અને નવઘર રોડના જંક્શન પાસે બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા ચાલી રહેલા કામ દરમ્યાન જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની ફરિયાદો સામે આવી છે. રસ્તા પર ખોદકામ કર્યા બાદ યોગ્ય સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને કારણે પદયાત્રીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું હોવાનો દાવો સ્થાનિક -નાગરિકોએ કર્યો છે.
રસ્તા પર ખુલ્લા -ખાડા અને અસ્થાયી પાટિયાં મૂકવામાં આવ્યાં છે જેના પર ચાલીને પસાર થવું લોકો માટે જોખમી બની શકે છે. ખાસ કરીને રાતના સમયે પૂરતા પ્રકાશના અભાવે આ વિસ્તાર વધુ ખતરનાક અની જાય છે. નજીકમાં દુકાનો અને આદ્ય પદાર્થોના સ્ટોલ હોવાથી લોકોની અવરજવર સતત રહે છે, જેને કારણે કોઈ પણ ક્ષણે અકસ્માત થઈ શકે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે કામ દરમ્યાન જરૂરી બૅરિકેડ્સની, ચેતવણી બોર્ડની અને સુરક્ષા સ્ટાફની વ્યવસ્થા પૂરતી નથી.

BMCએ તરત જ સુરક્ષાનાં ધોરણો લાગુ કરવાં જોઈએ. આવી પરિસ્થિતિથી ગ્રાહકોને અસુવિધા થાય છે ખાસ કરીને બાળકો, વડીલો અને ટૂ-વ્હીલરચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે જાહેર સલામતી જોખમમાં મુકાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓની માગણી છે કે ખાડાને મજબૂત રીતે ઢાંકવામાં આવે, એની આસપાસ બૅરિકેડ્સ મૂકવામાં આવે અને ચેતવણીની સૂચનાઓ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે. BMC દ્વારા સમયસર પગલાં લેવામાં આવશે તો સંભવિત અકસ્માતોને અટકાવી શકાશે અને લોકોમાં વિશ્વાસ વધશે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
