કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈથી બેંગલુરુ દરમિયાન નવી વંદે ભારત સ્લીપર ટ્રેનને માન્યતા આપી છે. કેએસઆર બેંગલુરુથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ દરમિયાન આ ટ્રેન દોડશે. બેંગલુરુથી મુંબઈ ટ્રાફિકવાળા માર્ગ પર આ ટ્રેન શરૂ થયા બાદ પ્રવાસીઓને ઘણી રાહત મળશે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પી.સી. મોહનને મોકલેલા પત્રમાં આ વિશે અધિકૃત માહિતી પ્રકાશમાં આવી છે. આ સેમી હાઈસ્પીડ ટ્રેનના કારણે મુંબઈથી બેંગલુરુ દરમિયાન અંતર એક રાતમાં પાર થશે. પ્રવાસીઓને આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે. દક્ષિણ પશ્ચિમ રેલવે તરફથી આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
આ સ્લીપર ટ્રેનનું બાંધકામ બીઈએમએલ તરફથી કરવામાં આવે છે. આ કંપની ચેન્નઈ સ્થિત આઈસીએફ તરફથી વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ટ્રેન બનાવવામાં આવશે.

આઈસીએફ તરફથી નવી તૈયાર કરેલી નારંગી અને રાખોડી રંગ જેવી જ વંદે ભારત હશે. આ દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેન હશે. પહેલી સ્લીપર ટ્રેનની શરૂઆત જાન્યુઆરી 2026માં બંગાળના હાવડાથી ગુવાહાટીના કામાખ્યા દરમિયાન થઈ હતી. આ સ્લીપર ટ્રેનના કારણે બંને શહેર વચ્ચેનું અંતર ફક્ત 6 કલાક થયું છે.
5 એપ્રિલ 2026ના બેંગલુરુ સેંટ્રલના સંસદસભ્ય પી.સી. મોહનને લખેલા પત્રમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેએસઆર બેંગલુરુ રેલવે સ્ટેશન અને સીએસએમટી દરમિયાન નવી વંદે ભારત સ્લીપર સેવાને માન્યતા આપવાની ઘોષણા કરી હતી. 2026ની શરૂઆતમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઉત્પાદન વધારવામાં આવ્યાની માહિતી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. એ પ્રમાણે 2026ના અંતમાં 12 વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
