મુંબઈમાં વાહનોના લીધે થતું પ્રદૂષણ, ધુળ, ધુમાડાના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની હેરિટેજ ઈમારતના કાળા ડાઘ પડી રહ્યા છે.
તેથી ઈમારતની સુંદરતા પર અસર થઈ રહી છે. એના પર ઉપાય તરીકે મધ્ય રેલવેએ સેન્ડ ક્લિનિંગ (રેતીથી સફાઈ) પદ્ધતિ દ્વારા ઈમારતની સ્વચ્છતા કરવાની શરૂઆત કરી છે. આ આખુ વર્ષ ચાલનારી પ્રક્રિયા છે અને અત્યારે મુખ્ય ઈમારતની સ્વચ્છતાનું કામ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટીની આ ઈમારત ગોથિક સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે. 1888માં બાંધેલી આ ઈમારત યુનેસ્કોના વૈશ્વિક વારસાસ્થળોમાં સ્થાન મેળવનારી ભારતની ગણતરીની ઈમારતોમાંથી એક છે.
રાતદિવસ વાહનોની અવરજવરના લીધે નિર્માણ થતો ધુમાડો અને પ્રદૂષણ આ સ્થાપત્ય ઈમારતની ભીંત પર ચોંટી જાય છે જેના લીધે કાળાશ પડી રહી છે. પરિણામે ઈમારતનું સૌંદર્ય મેલુ દેખાય છે. આવી પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ સેન્ડ ક્લિનિંગ પદ્ધતિથી સ્વચ્છતા અને દેખભાળ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રક્રિયામાં હવાના નિયંત્રિત દબાણથી પાણી અને રેતીનો ફૂવારો છોડવામાં આવે છે. ઈમારત પર કાળા ડાઘ અને પ્રદૂષણ હટાવવામાં આવે છે. સ્થાપત્ય ઈમારતના મૂળ રંગને કોઈ નુકસાન થતું નથી. આ પ્રક્રિયામાં પર્યાવરણપૂરક પદ્ધતિ વાપરવામાં આવે છે.
સીએસએમટી એક ઐતિહાસિક વારસાવાળી ઈમારત છે. આ ઈમારતની સ્વચ્છતા સમયાંતરે જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. આ કામ કરવા આંતરરાષ્ટ્રીય રેટિંગ અનુસાર કેટલીક સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે.
એમાંથી એક સંસ્થા દ્વારા સફાઈ કરાવવામાં આવે છે એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
સેન્ડ ક્લિનિંગ એટલે શું? સેન્ડ ક્લિનિંગ પદ્ધતિ એટલે રેતી અને પાણીના મિશ્રણને નિયંત્રિત દબાણથી ઈમારતની ભીંત પર ચોંટેલા પ્રદૂષણનો થર દૂર કરવામાં આવે છે. રસાયણોનો ઉપયોગ ટાળીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. તેથી ઈમારતની સ્થાપત્ય શૈલી પર કોઈ અસર થતી નથી. એના માટે કુશળ કોન્ટ્રેક્ટરની નિમણુક કરવામાં આવે છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

સેન્ડ ક્લિનિંગ પદ્ધતિના લીધે ઈમારતનું મૂળ સ્વરૂપ ફરીથી દેખાશે. ઉપરાંત ઈમારતની પથ્થરવાળી ભીંત પરની કલાકૃતિઓને પ્રદૂષણનું જોખમ ઓછું થાય છે એવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
