મુલુંડમાં કારના એન્જિનમાંથી ૮ ફુટ લાંબો સાપ નીકળતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુલુંડ-વેસ્ટના દેવીદયાલ રોડ ૫૨ ગુજરાતી બહુમતી ધરાવતા જલારામ આશિષમાં એક અચંબિત કરી દે એવી ઘટના શુક્રવારે બની હતી. કૉમ્પ્લેક્સમાં પાર્ક કરેલી કારના એન્જિનમાંથી આશરે ૮ ફુટ લાંબો સાપ નીકળતાં રહેવાસીઓમાં થોડી ક્ષણ માટે ભયનો માહોલ ફેલાયો હતો. કારના માલિકે જ્યારે કાર સ્ટાર્ટ કરવાની તૈયારી કરી ત્યારે એન્જિનમાંથી અજાણી હરકત અને અવાજ આવતાં તેમને શંકા ગઈ હતી. ત્યાર બાદ નજીકથી તપાસ કરતાં કારના એન્જિનમાં મોટો સાપ લપેટાઈને બેઠેલો દેખાતાં તરત જ આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
જલારામ આશિષમાં રહેતા એક નાગરિકે કહ્યું હતું કે ‘અમારા કોમ્પ્લેક્સમાં પાર્ક કરવામાં આવેલી એક કારના એન્જિનમાં સાપ હોવાની જાણ થતાં કૉમ્પ્લેક્સના રહેવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થઈ ગયા હતા. ઘણા લોકોએ સુરક્ષિત અંતર જાળવી રાખ્યું અને તરત જ સ્થાનિક સર્પમિત્રોને જાણ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં સર્પમિત્રોની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સાપ કારના એન્જિનના ભાગમાં ગૂંચવાઈને બેઠેલો હોવાથી એને બહાર કાઢવાનું થોડું મુશ્કેલ હતું એમ છતાં અનુભવી સર્પમિત્રોએ ખૂબ સાવધાની અને કુશળતા સાથે આખી પ્રક્રિયા હાથ ધરી હતી. સર્પમિત્રોએ લગભગ થોડા સમયની મહેનત બાદ સાપને સુરક્ષિત રીતે કારના એન્જિનમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સાપને બહાર કાઢતાં રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તપાસ દરમ્યાન સર્પમિત્રોએ જણાવ્યું હતું કે મળેલો સાપ નોન-ઝેરી પ્રજાતિનો છે અને એ માણસો માટે ખાસ જોખમી નથી. સર્પમિત્રોએ સાપને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી એને કુદરતી વસવાટ વિસ્તારમાં છોડી મૂક્યો હતો.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
