થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના પાણીપુરવઠા વિભાગ દ્વારા બાકી રહેલાં પાણીનાં બિલોની વસૂલાત માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગયા અઠવાડિયે માત્ર ૭ દિવસમાં થાણેના વિવિધ વૉર્ડમાંથી ૪ કરોડ ૨૨ લાખ ૩૫ હજાર ૭૫૦ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. બાકીના લોકો સામે કડક કાર્યવાહી કરતાં પાણીનાં ૧૦૩ જોડાણો કાપી નાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૭૭ લોકોને નોટિસો મોકલવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ સ્થળોએ પમ્પ જપ્ત કરવામાં આવ્યા છે અને એક પમ્પ-રૂમ સીલ કરવામાં આવ્યો છે જેને કારણે ખળભળાટ મચી ગયો છે.
TMCના પાણીપુરવઠા વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘વૉર્ડ પ્રમાણે વસૂલાતના આંકડાઓ મુજબ માનપાડા વૉર્ડમાંથી સૌથી વધુ ૧ કરોડ ૧૪ લાખ ૬૫ હજાર ૭૫૦ રૂપિયાની વસૂલાત નોંધાઈ છે. કલવા વૉર્ડમાંથી ૫૯ લાખ પાંચ હજાર ૫૫૭ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને ૩૫ લોકોના નળનાં જોડાણો કાપી નાખવામાં આવ્યાં છે. નૌપાડા વૉર્ડમાં પર લાખ ૯૮ હજાર ૯૪૧ રૂપિયાની વસૂલાત થઈ છે, જ્યારે ૩૧ નળજોડાણો બંધ કરવામાં આવ્યાં છે અને ૬૦ લોકોને નોટિસો આપવામાં આવી. છે.

વર્તકનગર વોર્ડમાં ૪૯ લાખ ૯૪ હજાર ૭૫૧ રૂપિયાની વસૂલાત સાથે પાંચ નળજોડાણો બંધ કરવામાં આવ્યાં છે તથા ૨૦ લોકોને નોટિસો આપવામાં આવી છે. ઉથલસર વૉર્ડમાંથી ૩૬ લાખ ૬૧ હજાર ૮૩૬ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને ૪ નળજોડાણો બંધ કરવામાં આવ્યાં છે. લોકમાન્ય-સાવરકરનગર વોર્ડમાંથી ૩૧ લાખ ૩૭હજાર ૮૫૮ રૂપિયાની વસૂલાત નોંધાઈ છે, ૧૦ નળજોડાણો કાપવામાં આવ્યાં છે અને ૯૭ લોકોને નોટિસો આપવામાં આવી છે. વાગળે વૉર્ડમાંથી ૨૫ લાખ ૧૩ હજાર ૮૫૭ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે,
દીવા વૉર્ડમાંથી ૨૩ લાખ ૬૪ હજાર ૬૩૧ રૂપિયાની વસૂલાત સાથે ૧૮ નળજોડાણો બંધ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ત્રણ સ્થળોએ પમ્પ જપ્ત કરવામાં આવ્યા છે અને એક પમ્પ-રૂમ સીલ કરવામાં આવ્યો છે. પાણીનાં બાકીનાં બિલની વસૂલાત માટેની આ કાર્યવાહી આગળ પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. અમે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાનાં બાકી રહેલાં પાણીનાં બિલ તાત્કાલિક ભરી દે જેથી કડક કાર્યવાહીથી બચી શકાય.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
