કારેલા એવું શાક છે જેને જોઈને નાના-મોટા સૌ કોઈ મોં બગાડે છે. પણ જો તમે 10 દિવસ નાક બંધ કરીને પણ કારેલાનું જ્યુસ પી લેશો તો સ્કિન, હાર્ટ, લિવર સહિતના અંગોને અહીં જણાવ્યા અનુસારના ફાયદા થશે.
કારેલા ભલે સ્વાદમાં કડવા હોય છે પણ પોષકતત્વોથી ભરપુર હોય છે. કારેલામાં ફાઈબર, વિટામિન સી, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે. કારેલા ખાવાથી 10 દિવસમાં શરીરની કાયાપલટ થઈ શકે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે પરંતુ ખરેખર કારેલાથી થતા ફાયદાનો અનુભવ તુરંત કરવો હોય તો ફક્ત 10 દિવસ માટે કારેલાનું જ્યૂસ પીવો. 10 દિવસમાં તમારા શરીરમાં આ 4 પોઝિટિવ ફેરફારનો અનુભવ થશે.
કારેલાનું જ્યૂસ 10 દિવસ પીવાથી થતા લાભ

ડાયાબિટીસમાં થશે ફાયદો
કારેલામાં રહેલા નેચરલ તત્વો શરીરમાં નેચરલ ઈંસુલિનની જેમ કામ કરે છે. જો તમે 10 દિવસ કારેલાનો રસ પીવાનું રાખશો તો બ્લડ શુગર કંટ્રોલ કરવું સરળ થઈ જશે. ડાયાબિટીસના દર્દીઓ 50 થી 100 ml કારેલાનું જ્યૂસ પી શકે છે.
લીવર ડિટોક્સ થશે
કારેલાનો રસ પીવાથી લીવર ડિટોક્સ થઈ જાય છે. લીવર માટે કારેલાનો રસ ફિલ્ટર જેવું કામ કરે છે. કારેલાનો રસ લીવર એન્જાઈમને સક્રિય કરે છે અને શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે.
સ્કિનની સમસ્યા દુર થશે
કારેલાનો રસ પીવાથી રક્ત શુદ્ધ થાય છે. આપણા શરીરના રક્તમાં રહેલી અશુદ્ધિઓના કારણે ત્વચા રોગ થાય છે. કારેલાનો રસ પીવાથી રક્ત શુદ્ધ થાય છે અને તેના કારણે ત્વચાની સમસ્યાઓ દુર થવા લાગે છે અને સ્કિન પર ગ્લો આવી જાય છે. સ્કિન પર ખંજવાળ આવતી હોય, ઈન્ફેકશન થયું હોય તો તેમાં પણ રાહત મળે છે.

હાર્ટ હેલ્ધી રહેશે
કારેલાનો રસ પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે. કારેલાનો રસ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. કારેલાનો રસ પીવાથી નસોમાં જામેલી ગંદકી સાફ કરવામાં મદદ મળે છે. 10 દિવસ કારેલાનો રસ પીવાથી હાર્ટ હેલ્ધમાં સુધારો દેખાશે.
કયા સમયે અને કેટલી માત્રામાં પીવો કારેલાનો રસ ?
કારેલાનો રસ સવારે ખાલી પેટ પીવાથી ફાયદો વધારે કરે છે. કારેલાનો રસ પીવાની શરુઆત 50 ml થી કરવી અને ધીરે ધીરે 100 ml જેટલો રસ પીવો. કારેલાના રસમાં લીંબુ, મીઠું ઉમેરીને પીવાથી રસ ઓછો કડવો લાગશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
