દાંતમાં દુખાવાને લોકો નજરઅંદાત કરતા હોય છે, તેને આ સામાન્ય લાગે છે. પરંતુ આવો તમને જણાવીએ કે આ દુખાવો ક્યારે તમને ભારે પડી શકે છે.
ઘણીવાર દાંતમાં દુખાવો થવો એક સામાન્ય સમસ્યા લાગે છે. આપણે લાગે છે કે કંઈક વધુ ઠંડુ ખાધુ, કંઈક કડક વસ્તુ ચાલી લીધી કે યોગ્ય રીતે બ્રશ કર્યું નથ, તેથી દુખાવો થઈ રહ્યો છે. પરંતુ જો આ દુખાવો લાંબા સમય સુધી રહે કે અસામાન્ય દુખાવાથી થોડો અલગ હોય, તો તેને હળવાશમાં ન લેવો જોઈએ. મોટા ભાગના મામલામાં દાંતનો દુખાવો કોઈ સામાન્ય દાંતની સમસ્યાનો સંકેત હોય છે, પરંતુ કેટલાક મામલામાં તે ગંભીર બીમારી જેમ કે ઓરલ કેન્સર કે જડબાના કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે. તેથી સામાન્ય દાંતમાં દુખાવો અને કેન્સરના લક્ષણો વચ્ચે તફાવત સમજવો જરૂરી છે.

દાંત કે મોઢાનું કેન્સર ક્યારે થાય છે?
કેન્સર વિશે જાણકારી આપનારી oncarecancer ના રિપોર્ટ અનુસાર દાંતની આસપાસ થનાર કેન્સર સામાન્ય રીતે પેઢા, દાંતની આસપાસની પરત કે જડબાના હાડકામાં શરૂ થઈ શકે છે. ઘણા લોકો તે માનતા નથી કે દાંત કે મોઢાની આસપાસ પણ કેન્સર થઈ શકે છે, તેથી શરૂઆતી લક્ષણોને નજરઅંદાજ કરે છે. આ કારણ છે કે ઘણીવાર દર્દી સારવાર માટે મોડેથી પહોંચે છે. સારી વાત છે કે જો આ બીમારીની જાણ શરૂઆતમાં થઈ જાય તો સારવાર સંભવ છે. ડોક્ટર નાના પ્રભાવિત હિસ્સાને કાપી કેન્સરને ફેલાતું રોકી શકે છે અને દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ શકે છે.
કેમ સામાન્ય દુખાવો સમજે છે લોકો?
દાંતનો દુખાવો ખુબ સામાન્ય છે અને તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે કેવિટી, પેઢામાં ઈન્ફેક્શન, દાંત પીસવાની આદત કે સાઇનસની સમસ્યા, આ સ્થિતિમાં સારવાર બાદ દુખાવો ઠીક થઈ જાય છે, પરંતુ કેન્સરનો દુખાવો અલગ પ્રકારનો હોય છે. તે ધીમે-ધીમે શરૂ થઈ સતત રહે છે અને સમયની સાથે વધી શકે છે. ઘણીવાર આ દુખાવો જડબા, ચહેરા કે કાન સુધી ફેલાવા લાગે છે.
શું હોય છે તેના સંકેત?
સતત રહેતો દુખાવોઃ સામાન્ય દાંતના દુખાવો થોડા સમય બાદ ઓછો થઈ જાય છે, પરંતુ કેન્સરમાં દુખાવો લાંબા સમય સુધી રહે છે. બ્રશ કરવા, દવા લેવા કે ઘરેલું ઉપાય કર્યા બાદ પણ જો ઘણા સપ્તાહ કે મહિના સુધી દુખાવો રહે તો તે ચિંતાની વાત હોઈ શકે છે.

જડબા કે દાંતની આસપાસ સોજાઃ ઈન્ફેક્શન કે ઈજાને કારણે સોજા સામાન્ય છે, પરંતુ આ સોજા જો ધીમે-ધીમે વધે, કઠોર લાગે કે લાંબા સમય સુધી ઠીક ન થાય તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ. ઘણીવાર તેનાથી ચહેરાના આકારમાં પણ થોડો ફેરફાર થઈ શકે કે મોઢું ખોલવામાં પરેશાની થઈ શકે છે.
કારણ વગર દાંત હલવાઃ ક્યારેક ક્યારેક પેઢાની બીમારી કે ઈજાને કારણે હલવા લાગે છે, પરંતુ જો કોઈ સ્પષ્ટ કારણ વગર દાંત ઢીલા થવા લાગે, તો તે જડબાના હાડકા કે આસપાસની પશીઓમાં ફેરફારનો સંકેત હોઈ શકે છે.
સામાન્ય દુખાવાથી કઈ રીતે અલગ છે લક્ષણ?
સામાન્ય દાંતના દુખાવાના કારણ સ્પષ્ટ હોય છે અને સારવાર બાદ રાહત મળી જાય છે. પરંતુ કેન્સર સાથે જોડાયેલો દુખાવો સતત વધતો રહે છે. સોજા ખતમ હોતા નથી અને દાંત કે જડબામાં ફેરફાર ધીમે-ધીમે વધે છે. આ સાથે મોઢામાં લાંબા સમય સુધી ઘાવ રહેવો, સુન્નતાનો અનુભવ થવો કે કારણ વગર દાંત ઢીલા પડવા ગંભીર સંકેત હોઈ શકે છે. જો આ લક્ષણ લાંબા સમય સુધી રહે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે. સમય રહેતા તપાસ અને સારવારથી ગંભીર સમસ્યાથી બચી શકાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
