હવે ઘર અથવા તો જમીન ખરીદીની નોંઘણી કરાવતી વખતે ગ્રાહકોએ ખૂબ કાળજી રાખવી પડશે. નોંઘણી કરાવતી વખતે પ્રોપર્ટી માટે જે સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવી હોય તે મુજબ ભરવી પડશે. સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવામાં ભૂલ થઇ ઓછી અથવા વધુ રકમ ભરી તો એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
રાજ્ય સરકારે દંડની રકમમાં 20% નો વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો હોવાથી દંડની રકમ 5000થી વધીને એક લાખ સુધી પહોંચી ગઈ છે. હાલમાં જ રાજ્યનું વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં દંડની રકમમાં વધારો કરવાનો પ્રસ્તાવ હતો જેથી આ નિર્ણયને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ઘર અથવા માલમત્તા ખરીદતી વખતે સરકાર પાસે તેની નોંઘણી કરાવવી જરૂરી હોય છે. નોંઘણી કરાવતી વખતે ઘરના એરિયા પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી રકમ વસુલવામાં આવે છે. તેથી નોંઘણી વખતે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવી ખરીદદાર માટે જરૂરી છે.
સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી કે નિયમ મુજબ ન ભરવી કાયદાને ગુનો છે. તે માટે મહારાષ્ટ્ર સ્ટેમ્પ એક્ટ 1956માં કાર્યવાહીની જોગવાઈ છે. સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી કે નિયમ મુજબ ન ભરતા એક મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલ અને દંડ થઇ શકે છે.
હાલ 5000 દંડ ભરવો પડે છે. હવે આ રકમમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. તેથી હવે ઘર ખરીદતી વખતે સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી કે યોગ્ય રકમ ન ભરવી ખરીરદાર માટે મોંઘુ પડી શકે છે.
પ્રોપર્ટી ખરીદનાર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરે અને સરકારને યોગ્ય ટેક્સ મળે તે માટે રાજ્ય સરકારે દંડની રકમમાં વધારો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. બજેટ રજૂ કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે માહિતી આપી હતી.

સરકારના અહેવાલ મુજબ ભવિષ્યમાં દંડની રકમ પાંચ હજારથી વધીને એક લાખ થશે. આ નિર્યણને માન્યતા મળતા અમલમાં મુકવામાં આવશે. દંડની રકમમાં વધારો થતા ખરીદદાર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
