ડિસેમ્બર 2024માં મુંબઈમાં 12 હજાર કરતા વધુ ઘરનું વેચાણ થયું છે. આ ઘરના વેચાણમાંથી સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે રાજ્ય સરકારને 1 હજાર 116 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં ઘરના વેચાણમાં ઘણો વધારો થયો છે. એ સાથે જ જાન્યુઆરીથી ડિસેમ્બર એટલે કે 2024ના આખા વર્ષમાં મુંબઈમાં કુલ 1 લાખ 30 લાખથી વધુ ઘરના વેચાણ થયા છે. આ ઘરના વેચાણમાંથી રાજ્ય સરકારને 12 હજાર 175 કરોડ રૂપિયાથી વધારે મહેસૂલ મળ્યું છે.
કોરોના સમય બાદ પોતાનું ઘર ખરીદી કરવા પર અનેક જણે ભાર મૂક્યો છે. એ મુજબ ઘરની માગમાં પણ ઘણો વધારો થયો છે. તેથી જ 2024મમાં મુંબઈમાં 1 લાખ 30 હજાર કરતા વધારે ઘરના વેચાણ થયા છે. આ ઘરના વેચાણમાંથી રાજ્ય સરકારને 12 હજાર 175 કરોડ રૂપિયાથી વધારે મહેસૂલ મળ્યું છે. ઘર વેચાણની દષ્ટિએ 2024નું વર્ષ સંતોષકારક રહ્યું છે. આ વર્ષમાં સપ્ટેમ્બર મહિનો છોડીને બાકીના બધા મહિનાઓમાં ઘર વેચાણે 10 હજારનો તબક્કો પાર કર્યો છે. સપ્ટેમ્બરમાં ફક્ત 9 હજાર 111 ઘર વેચાયા હતા અને એમાંથી 876 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું હતું. માર્ચમાં સૌથી વધુ 14 હજાર 149 ઘરના વેચાણ થયા જેમાંથી 1 હજાર 122 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી મળી હતી. જાન્યુઆરી અને નવેમ્બરમાં ઘરનું વેચાણ 11 હજારની અંદર હતું. બાકીના મહિનાઓમાં 11 થી 13 હજાર દરમિયાન ઘરના વેચાણ થયા હતા. વર્ષના અંતે ડિસેમ્બરમાં ઘર વેચાણે 12 હજારનો તબક્કો પાર કર્યો હતો અને એમાંથી રાજ્ય સરકારને 1 હજાર 116 કરોડ રૂપિયા મહેસૂલ મળ્યું છે.

આખા વર્ષમાં ઘર વેચાણનો આંકડો સંતોષજનક છે. મુંબઈમાં સવા લાખ કરતા વધુ ઘરના થયેલા વેચાણ બાંધકામ વ્યવસાયને ઉત્તેજન આપનારા છે. એમાંથી રાજ્ય સરકારને કરોડો રૂપિયા મહેસૂલ મળ્યું છે. આર્થિક વિકાસના વધારા માટે બાંધકામ વ્યવસાય કેટલું મહત્વનું ક્ષેત્ર છે જે આમાંથી અધોરેખિત થાય છે એવી પ્રતિક્રિયા ક્રેડાઈ-એમસીએચઆઈ, મુંબઈના અધ્યક્ષ ડોમનિક રોમેલે વ્યક્ત કર્યો હતો. તેમ જ 2025માં ઘરના વેચાણમાં હજી વધારો થશે એવી આશા વ્યક્ત કરી હતી. નવા વર્ષમાં ઘરવેચાણ, બાંધકામ વ્યવસાયને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર સૌથી પહેલાં સ્ટેમ્પ ડ્યુટીમાં કપાત કરે એ જરૂરી છે. એવી માગણી સરકાર પાસે કરવામાં આવી છે. તેમ જ પરવડનારા ઘરના નિર્માણને પ્રોત્સાહન આપવા સહિત અનેક માગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ માગણીઓ માન્ય કરશે એવી અપેક્ષા છે. માગણીઓ માન્ય થશે તો બાંધકામ વ્યવસાયને ઉત્તેજન મળશે અને સાથે ઘરની કિંમતમાં ઘટાડો થતા ગ્રાહકોને રાહત મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
