
લોબિયા ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. શિયાળામાં લોબિયા શરીર માટે સુપરફુડ સાબિત થઈ શકે છે. તમે આ દાળને ડાયટમાં સામેલ કરશો તો આ 5 ફાયદા થશે.
શિયાળામાં આપણા શરીરને ગરમ રાખવા માટે અને એનર્જીથી ભરપૂર રાખવા માટે યોગ્ય આહાર ખાવો જરૂરી છે. આ વાતાવરણમાં લોબિયા ખાવાથી અદ્ભુત ફાયદા થાય છે. લોબિયા જેને બ્લેક આઈ બીન્સ પણ કહેવાય છે તે શરીરને સુપર ફૂડ સમાન અસર કરે છે. આ દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. લોબિયા શિયાળામાં ખાવાથી આ પાંચ મોટા ફાયદા થાય છે.
લોબિયા ખાવાથી થતા ફાયદા
એનર્જી મળશે
લોબિયા દાળમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઊર્જા આપે છે શિયાળામાં આ દાળ ખાવાથી શરીરને ગરમાવો મળે છે અને સુસ્તી દૂર થાય છે.

ઇમ્યુનિટી બુસ્ટ થાય છે
લોબિયા દાળમાં વિટામીન સી, વિટામિન એ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. તેનાથી શિયાળામાં થતા વાયરલ ઇન્ફેક્શન અને ફ્લુથી બચી શકાય છે.
પાચનતંત્ર રહેશે સારું
લોબિયા દાળમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે પાચનતંત્રને યોગ્ય રીતે રાખવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત જેવી તકલીફ દૂર થાય છે. શિયાળામાં પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો લોબિયાને નિયમિત પણ ખાઈ શકાય છે.
હાર્ટ માટે લાભકારી
લોબિયા દાળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાર્ટ માટે લાભકારી છે. તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે અને બ્લડ સેલ્સને સંતુલિત કરે છે. શિયાળમાં હાર્ટ એટેકનું જોખમ હોય છે તેવામાં આ દાળ ખાવાથી હાર્ટ સુરક્ષિત રહે છે.

વજન ઘટે છે
જો તમે શિયાળામાં પણ વજનને કંટ્રોલ કરવા માંગો છો તો લોબિયા દાળથી બેસ્ટ કંઈ જ નથી. આ દાળમાં કેલેરી ઓછી હોય છે અને તેને ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ઓવર ઈટિંગથી બચી જાઓ છો.
લોબિયાનું સેવન કેવી રીતે કરવું ?
લોબિયા દાળને તમે અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. તેને બાફીને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને તેને વઘારીને દાળ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. લોબિયા શરીરને જરૂરી પોષણ આપે છે અને વાતાવરણના કારણે થતી બીમારીઓથી પણ બચાવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
