
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને વિધાનસભા ચૂંટણી પહેલા 1310 બસ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી
રાજ્ય પરિવહન નિગમ (એસટી) દ્વારા 1310 બસને લીઝ પર લેવાના નિર્ણયને અંધારામાં રાખવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને આ નિર્ણય વિવાદમાં સપડાયો છે.
આ વ્યવહારમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પર વિશેષ મહેરબાની કરી હોવાનું કહેવાય છે અને તેના કારણે કોર્પોરેશનને અંદાજે બે હજાર કરોડનું આર્થિક નુકસાન થવાની શકયતા છે. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયને સ્થગિત કરી દીધો છે અને સુત્રોએ એવી માહિતી આપી છે કે, પરિવહન વિભાગના ઉચ્ચ સચિવ મારફતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં 22-24 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે વાતાનુકુલિત બસ ભાડે લેવામાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રમાં સાદી બસો 34.30 થી 35.40 રૂપિયા પ્રતિ કિલોમીટર ડિઝલ વગર ભાડે લેવામાં આવી હોવાથી મોટું કૌભાંડ થયાની આશંકા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
