મુંબઈમાં ગત ચાર દિવસથી  મન મૂકીને વરસી રહેલા વરસાદે ગઈ કાલે દિવસ દરમિયાન પોરો ખાધો હતો. છૂટાછવાયાં ઝાપટાંઓ જ ચાલુ રહ્યાં હતાં. જોકે, તેમ છતાં વરસાદને લીધે શહેરમાં વિવિધ દુર્ઘટનાનો સિલસિલો ચાલુ હતો. ગઈ કાલે ભાયખલા ખાતે ઝૂંપડા પર એક વૃક્ષ તૂટી પડતાં બાવીસ વર્ષીય એક યુવાનનું મોત થયું હતું. જ્યારે બીજી વ્યક્તિ ગંભીર પણે જખમી હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. 

શહેરમાં ૧૩ ઠેકાણે વૃક્ષ પડવાની ઘટના બની હતી, ચાર શોર્ટસર્કિટના અને ઘર પડવાના બે ઠેકાણે બનાવ બન્યા હતા. જોકે પશ્ચિમ, મધ્ય અને હાર્બરની ઉપનગરીય સેવા રાબેતા મુજબ હતી. કોઈ ઠેકાણે પાણી ખાસ ભરાયા નહોતા. બુધવારે પશ્ચિમ ઉપનગરમાં વૃક્ષ પડવાની અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા હતા.

મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીએ આપેલી માહિતી અનુસાર ગુરુવારે પરોઢિયે ૨.૩૦ વાગ્યે ભાયખલા વિસ્તારમાં ઇન્દુ ઓઇલ મિલ કમ્પાઉન્ડમાં એક ઘટાદાર વડનું વૃક્ષ તૂટીને ત્યાં નજીકમાં આવેલા એક ઝૂંપડા પર પડયું હતું. જેમાં પાંચથી છ લોકો ફસાયા હતા.

આ અંગે અગ્નિશમન દળને જાણ કરતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે આવીને વૃક્ષોની ડાળીઓ કાપીને ફસાયેલાને બહાર કાઢ્યા હતા. જેમાં બે જખમી થયેલાને નજીકની જે. જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એક રહેમાન ખાન (૨૨)ને તબીબી તપાસ કરતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રિઝવાન ખાન (૨૦ વર્ષ) નામનો યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ સિવાય શહેરમાં કુલ ૧૩ વૃક્ષો તૂટી પડયા હતા. એમાં પશ્ચિમ ઉપનગરમાં નવ, મુંબઈમાં ત્રણ અને પૂર્વ ઉપનગરમાં એક વૃક્ષનો સમાવેશ થાય છે. જ્યારે શહેરમાં શોર્ટ સર્કિટના પાંચ કેસ બન્યા હતા. એમાં તળ મુંબઈમાં ત્રણ પૂર્વ ઉપનગરમા ંએક અને પશ્ચિમ ઉપનગરમાં એકનો સમાવેશ થાય છે. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

જ્યારે શહેરમાં બે ઠેકાણે ઘરનો અમુક ભાગ તૂટી પડવાનો બનાવ બન્યો હતો. પણ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us