ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય પરંપરામાં ગુરુહરિ ૫.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરિ . પ્રબોધજીવનસ્વામીજી મહારાજે પોતાનો આત્મીયસ્પર્શ આપીને દેશ-વિદેશના લાખો યુવાનો અને પરિવારોને નિર્વ્યસની, વિવેકી અને વસુદૈવ કુટુમ્બકમ એ ભાવનાથી જીવન જીવતાં કરવાનો મહાયજ્ઞ આરંભ્યો છે.
યોગમાં આવનાર સૌ યુવાનોનું દેહ મંદિર બને, ઘર મંદિર બને અને એમના જીવનમાં ગુરુભક્તિ, પ્રભુભક્તિ અને રાષ્ટ્રભક્તિની ભાવના ઉદય થાય એવા મંગલકારી હેતુ સાથે પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવનસ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં હરિહૃદય યુવા મહોત્સવનું આયોજન રવિવાર તા.19 જાન્યુઆરી 2025ના સાંજે ૫.૦૦ થી ૮.૩૦ (સભા પછી મહાપ્રસાદ લઈશું) પોલીસ એકેડેમિક ગ્રાઉન્ડ, સમતા કોલોની પાસે, રેલ્વે પોલીસ કોલોની, ઘાટકોપર ઈસ્ટ ખાતે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગના દર્શનાભિલાષી ૫ૂ. ભક્તિપ્રિયસ્વામી, રૂય હરિપ્રિયસ્વામી, ૫.ભ.ખુશાલભાઈ કવા, ૫.ભ. ક્રિષ્નાભાઈ મજીઠિયા અને પ્ર.ભ.અંકિતભાઈ જોષી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8