
મુંબઈ મહાપાલિકા પ્રશાસને મુંબઈ શહેર અને બંને ઉપનગરોમાં ગંદકી કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ક્લિનઅપ માર્શલની નિમણુક કરી છે. છેલ્લા આઠ મહિનામાં ક્લિનઅપ માર્શલની કાર્યવાહીમાં 3 કરોડ 41 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
સૌથી વધુ 63 લાખ રૂપિયા કરતા વધારે દંડ મહાપાલિકાના એ વોર્ડમાંથી વસૂલ કરવામાં આવ્યો છે. મુંબઈ મહાપાલિકાએ સાર્વજનિક સ્વચ્છતાના નિયમ તોડનારા વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા 2 એપ્રિલથી ક્લિનઅપ માર્શલની નિયુક્તી કરી છે. શરૂઆતમાં મહાપાલિકાના એ વોર્ડમા ટેકનોલોજીની મદદથી ડિજિટલ પદ્ધતિથી કર વસૂલ કરવાની શરૂઆત થઈ. એ પછી એ વોર્ડના હકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં લેતા મહાપાલિકાના અન્ય વોર્ડમાં પણ ક્લિનઅપ માર્શલની નિયુક્તી કરવામાં આવી. હાલની સ્થિતિમાં મહાપાલિકાના 24 વોર્ડમાં કુલ 1 હજાર 87 ક્લિનઅપ માર્શલની મદદથી ગંદકી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

મહાપાલિકાના વિવિધ વોર્ડના ક્લિનઅપ માર્શલોએ અત્યાર સુધી કરેલી 1 લાખ 18 હજાર 532 કાર્યવાહીમાં 3 કરોડ 41 લાખ 96 હજાર 712 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ચર્ચગેટ, કોલાબા, સીએસએમટીના ભાગવાળા એ વોર્ડમાંથી સૌથી વધારે એટલે કે 63 લાખ 33 હજાર 712 રૂપિયા દંડ વસૂલ કરવામાં મહાપાલિકાને સફળતા મળી. એ પછીના ક્રમે આર મધ્ય વોર્ડમાંથી 28 લાખ 44 હજાર 800 રૂપિયા, આર દક્ષિણ વોર્ડમાંથી 24 લાખ 56 હજાર 700 રૂપિયા, એફ ઉત્તર વોર્ડમાંથી 22 લાખ 66 હજાર 400 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાપાલિકાના એમ પશ્ચિમ વોર્ડમાંથી સૌથી ઓછો એટલે કે 3 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો.
સ્વચ્છતાના નિયમ તોડનારાને દંડની પાવતી હાથથી ન લખતા મોબાઈલ એપ દ્વારા છાપેલી પાવતી આપવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી દંડ ભરવાનો વિકલ્પ મહાપાલિકાએ ઉપલબ્ધ કરી આપ્યો છે. ડિજિટલ કાર્યવાહીના કારણે કયા દિવસે કેટલો દંડ વસૂલ્યો, કઈ જગ્યા પર, કયા વોર્ડમાં, કયા પ્રકાર માટે દંડ વસૂલ કર્યો, એની ચોક્કસ વિગત મેળવવી મહાપાલિકા માટે સહેલું થયું છે.

8 ડિસેમ્બરના 73 હજાર દંડ વસૂલ
મહાપાલિકાના 24 વોર્ડમાં 8 ડિસેમ્બરના ગંદકી કરનારાઓ વિરુદ્ધ કરેલા કાર્યવાહીમાં 73 હજાર 800 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. 362 પ્રકરણમાં આ દંડ વસૂલ કરવામાં આવ્યો. મહાપાલિકાના એ વોર્ડમાંથી સૌથી વધારે એટલે કે 36 હજાર 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં કુલ 118 ક્લિનઅપ માર્શલ કાર્યરત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
