July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

એક તરફ શપથવિધિ, બીજીતરફ આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓના મોત, 33 ઇજાગ્રસ્ત

શિવખોડીથી કટરા જઇ રહેલી યાત્રી બસ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. ફાયરિંગના કારણે બસ ચાલકનું સંતુલન બગડી ગયું અને બસ ખીણમાં પડી ગઇ. આ ઘટનામાં 10ના મોત થયા છે.

જમ્મૂના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તેથી તીર્થયાત્રીઓને લઇને જઇ રહેલી એક બસે કંટ્રોલ ગુમાવી દેતાં ખીણમાં પડી ગઇ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો પોની વિસ્તારના તેરયાથ ગામમાં તે સમયે થયો, જ્યારે તીર્થયાત્રી શિવખોડી મંદિર જઇ રહ્યા હતા. સેના, પોલીસ અને અર્ધ સૈનિક બળોના વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

એસએસપી રિયાસી મોહિત શર્માએ જણાવ્યું કે ”શરૂઆતી રિપોર્ટથી જાણવા મળે છે કે શિવખોડીથી કટારા જઇ રહેલી યાત્રી બસ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. ફાયરિંગના કારણે બસ ચાલકે કાબૂ ગુમાવતાં બસ ખીણમાં પડી ગઇ હતી. આ ઘટનામાં 33 લોકો ઇજા પહોંચી છે અને 10 લોકોના મોત થયા છે.  

આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓના મોત 
તેમણે કહ્યું કે યાત્રીઓની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. તે સ્થાનિક નથી. શિવખોડી તીર્થસ્થળને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. ડીસી રિયાસીએ જણાવ્યું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. 

તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આતંકીઓ ઘાત લગાવી બેઠા હતા. તેમણે બસ પર હુમલો કર્યો હતો. જેના કારણે ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખીણમાં પડી હતી. તમને જણાવી દઈએ કે શિવઘોડીમાં ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે. કટરા નગર ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણો દેવી મંદિર માટે આધાર શિબિર તરીકે સેવા આપે છે.

ફારૂક અબ્દુલાએ હુમલાની કરી નિંદા
જેકેએનસી (JKNC) પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં આજે થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી હિંસક ઘટનાઓ પ્રદેશમાં શાંતિ પ્રાપ્ત કરવામાં કરવામાં નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે.

તેમણે તમામ સમુદાયોને આ પડકારજનક સમયમાં એક થવા અને કાયમી સદભાવના પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યની પહેલને સમર્થન આપવા હાકલ કરી હતી. આ દુ:ખદ સમયે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરતા, તેમણે પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે તેમની હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી.

બીજી તરફ આતંકી હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં રિયાસી ખાતે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલાની કરી નિંદા
જેકેએનસી (JKNC) નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસીથી ભયંકર સમાચાર છે, જ્યાં એક બસ પર આતંકવાદી હુમલામાં 10 મુસાફરોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જે વિસ્તારોમાં અગાઉ આતંકવાદીઓનો સંપૂર્ણ ખાત્મો થયો હતો ત્યાં આતંકવાદ પાછો ફર્યો છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us