
થાણેના ઉલ્હાસનગરના રહેવાસીને બસ અકસ્માતમાં ઈજા થતા થાણે મોટર એક્સીડેન્ટ કલેમ્સ ટ્રિબ્યુનલે રૃ.૧.૩૯ કરોડનું વળતર આપ્યું છે. વર્ષ ૨૦૧૯ની ૧૫મી ડિસેમ્બરે ઉલ્હાસનગરના રહેવાસી એક ખાનગી લકઝરી બસમાં પ્રવાસકરી રહ્યો હતો. મધ્ય રાત્રિ પછીના ૧.૩૦ કલાકે બસ ટોકાવડે પાસે સાવરને ગામ પહોંચી હતી ત્યારે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. અરજદારને ગંભીર ઈજા થઈ હતી અને તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ડોકટરોએ તેમનો ડાબો હાથ કાપવો પડયો હતો.
બસનો વીમો અને માલિકી એક સરકારી વીમા કંપનીની હતી અને અરજદારને વળતર આપવા ડ્રાઈવર અન ે વીમા કંપની બન્ને જવાબદાર હતા. એમએસીટી, થાણે સમક્ષની પીટિશનમાં દાવો કર્યો હતો કે તેને શરાબની ખાનગી કંપનીમાં પ્રતિ માસ રૃ.૩,૬૦,૩૭૭નો પગાર મળતો હતો તેમને થયેલી ઈજા અને કાયમી અપંગતા સામે વળતરની માંગણી કરી હતી. અકસ્માત સમયે બસના ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ નહીં હતું એમ કહી વીમા કંપનીએ વળતરનો દાવો ફગાવી દીધેો હતો અને પીટિશન ફગાવી દેવા કહ્યું હતું.

એમએસીટીએ પોતાના આદેશમાં કહ્યું કે અરજદારે રજુ કરેલા પુરાવાઓ અને પોલીસીના દસ્તાવેજોના આધારે કહી શકાય છે કે ડ્રાઈવરની બેદરકારીને પગલે અકસ્માત થયો હતો. અરજદારનો પગાર અને તેને સારવામાં થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું હતું કે રૃ.૮,૯૮,૬૪૪.૨૨ના કુલ બિલમાંથી રૃ. પાંચ લાખ મેડિકલેમમાં આવરી લેવામાં આવ્યું હતું. આથી પ્રતિવાદીઓએ બાકીના રૃ. ૩,૯૮,૬૪૪.૨૨ ચૂકવવા પડશે. ભવિષ્યમાં આવકની ખોટની ગણતરી કરીાને અને ૫૦ ટકા ઓછી આવક થયાનો અંદાજ મૂકીને રૃ.૧,૩૯,૪૮,૬૪૫નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ રકમમાં દર્દ અને દુખ ભોગવવાના રૃ.૩ લાખ અને પરચૂરણ ખર્ચ પેટે રૃ.૫૦,૦૦૦ વધુ આપ્યા હતા તેનો પણ સમાવેશ કરાયો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
