શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ નવી મુંબઈ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતા એક ભવ્ય અને ગરિમાપૂર્ણ “યજ્ઞોપવીત ધારણ (જનોઈ) મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આયોજિત આ પવિત્ર પ્રસંગે કુલ ૬૦ ભૂદેવોએ વેદમંત્રોના ઘોષ વચ્ચે જનોઈ ધારણ કરી હતી.

શાસ્ત્રોક્ત પૂજન અને ધાર્મિક વિધિ
કાર્યક્રમ દરમિયાન ભૂદેવો દ્વારા સમૂહ પૂજન અને જનોઈ ધારણ કરવાની વિધિ વિખ્યાત પુરોહિત શ્રી ધીરુભાઈ ગોર દ્વારા શાસ્ત્રોક્ત અને ધાર્મિક વિધિ-વિધાન અનુસાર કરાવવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને પવિત્ર આહુતિઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભૂદેવો અને તેમના પરિવારોએ ઉત્સાહભેર આ સંસ્કાર વિધિમાં ભાગ લીધો હતો.







મહાપ્રસાદ અને યજમાનપદ
પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સમાજના તમામ પરિવારો અને પધારેલા મહાનુભાવો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર મહાપ્રસાદનું યજમાનપદ શ્રી અજિતભાઈ જોશી પરિવાર દ્વારા સેવાભાવે ઉપાડવામાં આવ્યું હતું.

સન્માન અને અભિવાદન
કાર્યક્રમમાં પધારેલા તમામ ગણમાન્ય અતિથિઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા વિવિધ પરિવારોનું સમાજના હોદ્દેદારો દ્વારા ભાવભીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ દવે, ઉપપ્રમુખ શ્રી અજિતભાઈ જોશી, સેક્રેટરી શ્રી નીરવભાઈ ત્રિવેદી તથા ખજાનચી શ્રી વિજયભાઈ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.








કાર્યક્રમને સફળ બનાવવામાં કમિટી મેમ્બર્સ જ્યોતિબેન રાવલ, પ્રિયેન મહેતા, દિલીપ મહેતા, દિલીપ ત્રિપાઠી, હેમંતભાઈ જોશી, નિલેશભાઈ ઉપાધ્યાય અને ચમનભાઈ અબોટી તેમજ ટ્રસ્ટીગણ શ્રી વિનુભાઈ ત્રિવેદી, શ્રી કનુભાઈ જાની, શ્રી અમરીશ દવે, શ્રી ભરતભાઈ દવે અને શ્રી હરેશભાઈ ત્રિવેદી એ ભારે જહમત ઉઠાવી વિશેષ યોગદાન આપ્યું હતું.
સમગ્ર આયોજનથી નવી મુંબઈના બ્રાહ્મણ સમાજમાં એકતા, ધાર્મિક ચેતના અને સંસ્કારોનું સિંચન થતાં સૌ સમાજજનોએ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
