મુંબઈ: જેમનું સમગ્ર જીવન અનેક મુમુક્ષુઓ અને શ્રદ્ધાળુઓ માટે કલ્યાણકારી બની રહ્યું છે તથા જેમની અસીમ કરુણા અને માર્ગદર્શને હજારો લોકોના જીવનમાં સન્મતિ અને પરિવર્તનનો અજવાશ પાથર્યો છે, એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૫૬મા જન્મોત્સવની ઉજવણી અન્વયે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વિવિધ ધાર્મિક અને આરાધનાત્મક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે ‘ઘણું જીવો-પરમ’ વિશેષ ગુરુભક્તિ
પરમ ગુરુદેવના જન્મોત્સવના પાવન પ્રસંગે શનિવારે, ૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમિયાન વિશેષ ગુરુભક્તિ કાર્યક્રમ ‘ઘણું જીવો-પરમ’ યોજાશે.

- સ્થળ: આરાધ્ય ભક્તિ પાર્ક, હોકી ગ્રાઉન્ડ, વલ્લભબાગ લેન એક્સ્ટેન્શન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ.
- સમય: સવારે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી.
આ ગુરુભક્તિ દરમિયાન શ્રદ્ધાળુઓ એકત્રિત થઈને ગુરુદેવના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે ભાવપૂર્ણ ભક્તિ અને પ્રાર્ર્થના અર્પણ કરશે.
રવિવારે ‘માનવતા મહોત્સવ’ અને મહાપ્રભાવક જપસાધના
ગુરુભક્તિના આ ઉત્સવને આગળ ધપાવતા રવિવારે, ૨૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી ‘માનવતા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત પરમ ગુરુદેવની પ્રેરણાથી અનેકવિધ માનવસેવા તેમજ જીવદયાના પરોપકારી કાર્યો હાથ ધરવામાં આવશે.

આ સાથે જ, સાધકોના આત્મકલ્યાણ અને વિશ્વશાંતિના ભાવ સાથે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની સમૂહ જપસાધના પણ યોજાશે.
રાષ્ટ્રસંતના જન્મોત્સવ નિમિત્તે યોજાનારા આ ભક્તિ અને સેવાકીય મહોત્સવમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ગુરુભક્તિનો લહાવો લેશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

