મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. પુણે તરફ જઈ રહેલી એક મુસાફર બસમાં અચાનક ભીષણ આગ ભુકી ઉઠી હતી. આ ઘટના સવારે આશરે ૭:૫૫ વાગ્યે પેનવેલ નજીક કિલોમીટર ૧૬ પાસે બની હતી. જોકે, ડ્રાઈવર અને સમયસૂચકતાના કારણે બસમાં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા અને મોટો અકસ્માત ટળ્યો હતો.

આગનું કારણ અબંધિત, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ
ઘટનાની જાણ થતાં જ પનવેલ મહાનગરપાલિકા અને ખોપોલી નગર પરિષદની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિ ગંભીર હોવાથી વધારાના વોટર ટેન્ડરો પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના રસાયણી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

