25 સપ્ટેમ્બરથી કડક ઝુંબેશ, મેયર રીતુ તાવડેએ ભારે દંડ અને કાનૂની કાર્યવાહીની કરી માંગ
મુંબઈ:
મુંબઈ શહેરમાં સાર્વજનિક મિલકતો, બ્રિજ, ફ્લાયઓવર અને મોનોરેલના પિલરો પર ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતા પોસ્ટર, બેનરો, હોર્ડિંગ્સ અને પ્રોમોશનલ સ્ટીકરો સામે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) આગામી 25 સપ્ટેમ્બરથી મોટો કડક મોરચો મંડવા જઈ રહી છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ તરત જ સમગ્ર શહેરમાં આ વિશેષ સ્વચ્છતા અને કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જાહેરાત કરનારાઓ સામે દંડ અને કાનૂની પગલાં

મુંબઈના મેયર રીતુ તાવડેએ બુધવારે જાહેરાતકર્તાઓ અને ગેરકાયદેસર બેનરો લગાવનારાઓ સામે ભારે દંડ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિઓ કે સંસ્થાઓના ફોટોગ્રાફ્સ અથવા પ્રોમોશનલ સામગ્રી આવા અનધિકૃત હોર્ડિંગ્સ પર જોવા મળશે, તેમની સામે સીધા કાનૂની પગલાં લેવામાં આવશે. આ અંગે તેઓ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેને પત્ર લખીને કડક અમલીકરણની સૂચના આપશે.
બોમ્બે હાઈકોર્ટના આદેશ છતાં ચાલુ રહેલી કુરુપતા
બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો સામે વારંવાર કડક નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં, શહેરમાં જાહેર સાર્વજનિક માળખાને વિકૃત કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. BMC દર વર્ષે શહેરમાંથી આશરે 15,000 થી 20,000 જેટલા ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સ હટાવે છે, પરંતુ હવે માત્ર હટાવવાને બદલે કડક દંડ અને કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

