મુંબઈની લાઈફલાઈન ગણાતી સબર્બન રેલવે સેવાને વધુ આરામદાયક બનાવવા માટે મોટી યોજના આકાર લઈ રહી છે. શહેર માટે મંજૂર કરવામાં આવેલી કુલ ૨૩૮ નવી AC લોકલ ટ્રેનોમાંથી પ્રથમ ૨૦ રેક ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં મળવાની સંભાવના છે. પશ્ચિમ અને મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે આ એક રાહતના સમાચાર છે.
પ્રથમ ૨૦ રેક વર્તમાન ડિઝાઇન મુજબ, બાકીની ૨૧૮માં થશે અપગ્રેડેશન
રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ ૨૦ AC લોકલ ટ્રેનો હાલમાં મુંબઈ સબર્બન નેટવર્ક પર દોડી રહેલી લેટેસ્ટ AC લોકલ ટ્રેનોની ડિઝાઇન આધારિત જ હશે.
પરંતુ, ત્યારપછી આવનારી બાકીની ૨૧૮ ટ્રેનોમાં પ્રવાસીઓના પ્રતિભાવો અને સૂચનોને ધ્યાનમાં રાખીને મોટો સુધારો કરવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી નવી ડીઝાઈન ફાઈનલ થવાની રાહ જોયા વગર જ પ્રવાસીઓને નવી AC ટ્રેનોની સેવા ઝડપથી મળવાની શરૂ થઈ જાય.

નવી AC લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધાઓ
પાછળથી આવનારા લોટની ૨૧૮ ટ્રેનોમાં પ્રવાસીઓની સુવિધા માટે અનેક આધુનિક ફેરફારો કરવામાં આવશે:
- કુશન વાળી ગાદીવાળી બેઠકો: લાંબી મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સોફ્ટ સીટ.
- બહેતર મોબાઈલ ચાર્જિંગ ફેસિલીટી: દરેક કોચમાં સુધારેલા ચાર્જિંગ પોઈન્ટ્સ.
- અપગ્રેડેડ HVAC સિસ્ટમ: એર કંડિશનિંગની ક્ષમતામાં સુધારો જેથી ગરમી અને ભીડમાં પણ સારું કૂલિંગ મળે.
- ઈન્ફોટેનમેન્ટ સ્ક્રિન્સ: પ્રવાસીઓને સ્ટેશન અને અન્ય મહત્વની માહિતી આપવા માટે ડિજિટલ સ્ક્રિન.
- વધારે પાવર કેપેસિટી: ટ્રેનની કાર્યક્ષમતા અને સ્પીડ જાળવી રાખવા માટે ઉચ્ચ પાવર ક્ષમતા.
૨૦૩૦ સુધીમાં તમામ ૨૩૮ ટ્રેનો સપ્લાય કરવાનો લક્ષ્યાંક
આ વિશાળ ઓર્ડરની કામગીરીને ભારતીય રેલવેની મુખ્ય પ્રોડક્શન યુનિટ્સ વચ્ચે વહેંચવામાં આવી છે:
- ICF (ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ)
- RCF (રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા)
- MCF (મોડર્ન કોચ ફેક્ટરી, રાયબરેલી)

આ તમામ ૨૩૮ નવી AC લોકલ ટ્રેનોનું ઉત્પાદન અને મુંબઈ રેલવે નેટવર્કમાં સમાવેશ કરવાનું લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



