વેસ્ટર્ન રેલવે દ્વારા બોરીવલી અને કાંદિવલી સ્ટેશન વચ્ચે અવારનવાર થતા સિગ્નલિંગ વિલંબ અને ટ્રેનોના બિનજરૂરી રોકાણને ટાળવા માટે એક નવો મધ્યમ માર્ગ શોધવામાં આવ્યો છે. ટ્રેનોના પંક્ચ્યુઆલિટી (સમયપાલન) સુધારવાના હેતુથી હવે નોન-પીક અવર્સ (ઓછા ધસારાના સમય) દરમિયાન દરરોજ ઓછામાં ઓછી ૧૦ લોકલ ટ્રેનોને પાંચમી અને છઠ્ઠી લાઇન પર ડાયવર્ટ કરીને દોડાવવામાં આવી રહી છે.
‘થંભીવલી’ કેમ ચર્ચામાં આવ્યું?
છેલ્લા કેટલાક મહિનાઓથી બોરીવલી અને કાંદિવલી વચ્ચે સિગ્નલની ટેકનિકલ સમસ્યાઓને કારણે લોકલ ટ્રેનો દરરોજ ૧ થી ૫ મિનિટ સુધી અટવાઈ જાય છે. આ બિનજરૂરી હોલ્ટથી કંટાળીને મુંબઈના પ્રવાસીઓએ કાંદિવલી નામ અને મરાઠી શબ્દ ‘થંભ’ (અટકવું) ને ભેગા કરીને આ જગ્યાને રમુજી રીતે ‘થંભીવલી’ નામ આપી દીધું છે.

રેલવે પ્રશાસનનું આયોજન
- પાંચમી અને છઠ્ઠી લાઇનનો ઉપયોગ: મૂળભૂત રીતે એક્સપ્રેસ અને લાંબા અંતરની ટ્રેનો માટે ફાળવવામાં આવેલી પાંચમી અને છઠ્ઠી લાઇનનો ઉપયોગ હવે સાંતારુઝથી બોરીવલી વચ્ચે લોકલ ટ્રેનો માટે કરવામાં આવી રહ્યો છે.
- હંગામી રાહત: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ હજુ પ્રગતિ હેઠળ છે, ત્યાં સુધી આ વ્યવસ્થાથી પ્રવાસીઓનો સમય બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- સમયપાલનમાં સુધારો: નોન-પીક અવર્સ દરમિયાન આ ડાયવર્ઝન આપવાથી મેઇન સબર્બન લાઇન પરનો ટ્રાફિક હળવો થશે અને ટ્રેનો પોતાના નિર્ધારિત સમયે ચાલી શકશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



