મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR)ના વ્યૂહાત્મક સ્થાન, ઉત્તમ કનેક્ટિવિટી, વિકસિત ઔદ્યોગિક માળખું અને કુશળ માનવબળનો મહત્તમ લાભ લઈને ઠાણે જિલ્લામાં નવા રોકાણોને આકર્ષવા માટે ‘જિલ્લા રોકાણ પરિષદ ૨૦૨૬’ (District Investment Conference 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિષદ શુક્રવાર, ૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે ઠાણે (વેસ્ટ)માં LBS માર્ગ પર આવેલા મુલુંડ ચેક નાકા નજીકના ટીપ ટોપ પ્લાઝાના ‘રીગલ હોલ’ ખાતે યોજાશે.
પરિષદનો મુખ્ય હેતુ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઠાણે દ્વારા આયોજિત આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ઠાણે જિલ્લાની ઔદ્યોગિક અને રોકાણ ક્ષમતાઓને દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરવાનો છે. આ સમિટ દ્વારા:
- નવા મોટા મૂડીરોકાણોને આકર્ષવામાં આવશે.
- હાલમાં કાર્યરત ઉદ્યોગોના વિસ્તરણ માટે પ્રોત્સાહન અપાશે.
- સ્થાનિક સ્તરે મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી કરવામાં આવશે.
દિગ્ગજ નેતાઓ અને અધિકારીઓની રહેશે ઉપસ્થિતિ
આ મહત્વકાંક્ષી કાર્યક્રમ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્યોગ મંત્રી ડો. ઉદય સામંતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ સિવાય ઉદ્યોગ કમિશનર ડો. કાદંબરી બલકવડેના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ પરિષદમાં કમિશનર (મૈત્રી) વૈભવ વાઘમારે અને ઠાણેના કલેક્ટર ડો. શ્રીકૃષ્ણ પાંચાળ પણ હાજર રહેશે.
આ સમિટમાં મહારાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, સંભવિત રોકાણકારો, ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના સ્ટેકહોલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લેશે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



