સર્વ શક્તિ ફાઉન્ડેશન તરફથી તા ૬/૯/૨૦૨૬ ના રોજ આર્ય નિવાસ હોલમાં મુલુંડના ખ્યાતનામ અગ્રણીઓની હાજરીમાં ભક્તિગીત – એવોર્ડ ફંકશન અને આદરણીય શ્રીમતી અમી ગણાત્રાની સ્પીચનો કાર્યક્રમ અદભુત સફળતા સાથે યોજાઈ ગયો. સર્વ પ્રથમ ગણપતિ વંદના કરી પ્રમુખશ્રી નિશાબેન સોની અને એન.સી. રિધમની ટીમ દ્વારા ભક્તિગીતો રજૂ કરવામાં આવેલ, હ્રદયસ્પર્શી ભજનો સાંભળીને બહેનોએ પુરા ભક્તિભાવ સાથે રાસ લીધા. આર્ય નિવાસ હોલના આદરણીય શ્રી સંદીપભાઈ પોપટના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સર્વ એવોર્ડી– પ્રમુખશ્રી અને મેનેજીંગ ટ્રસ્ટીએ દિપ પ્રાગટય કરેલ. ત્યારબાદ હીનાબેન ઠક્કરે સર્વ શક્તિ ફાઉન્ડેશનના સત્કાર્યો વિશે જાણકારી આપી હતી.











મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રભાઈ ઠક્કરે સર્વ શક્તિ ફાઉન્ડેશનના દરેક પદાધિકારીઓ – ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોનો પરિચય કરાવવા સાથે ટ્રસ્ટના આગામી પ્રોગ્રામની જાણકારી આપેલ, જેમાં નવરાત્રી દરમિયાન કુમારિકા પુજન – આઈ ચેકઅપ કેમ્પ – વૃધ્ધાશ્રમમાં ભોજન – જેમને અરજંટ મોતિબિંદુની જરુર પડે તો ૮ હજારમાં કરાવી આપવામાં આવશે, બાકીનુ પેમેન્ટ સર્વ શક્તિ ફાઉન્ડેશન કરશે. તા ૧૩/૧૨/૨૬ – રવિવારના દિવસે વૃધ્ધાશ્રમ મુલાકાતમાં જેમને સાથે આવવુ હોય તો નામ લખાવવા જણાવ્યું હતું. જેઓએ લાઈફ મેમ્બરશીપ હજી નથી લીધી તેઓ લાઇફ મેમ્બરશીપ ફોર્મ ભરી દે. ટ્રસ્ટના છેલ્લા ત્રણ વર્ષના ઓડીટેડ હિસાબો બરાબર હોવાથી CSR Certificate આવી ગયું છે, આ માટે શ્રી શાંતિભાઈ રાંભીયા અને સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ.







આરતી ડાયગનોસ્ટીક સેંટરમાં સર્વ શક્તિ ફાઉન્ડેશનના વોટ્સએપ ગૃપમાં જોડાયેલા સભ્યોને ૩૦% થી લઈને ૫૦% સુધી ડીસ્કાઉટ મળે છે, એ જાણકારી આપેલ. ત્યારબાદ પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવનારા મહાનુભાવોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ, જેમાં સર્વ પ્રથમ પ્રમુખ શ્રી નિશાબેન સોનીએ સર્વ શક્તિ રત્ન આદરણીય શ્રીમતી અમી ગણાત્રા અને આદરણીય શ્રીમતી હીના ઠક્કરને સર્વ શક્તિ રત્ન તરીકે શાલ ઓઢાડી-મોમેન્ટો આપી સન્માનિત કરેલ.
સંસ્થા ટ્રસ્ટી શ્રીમતી રેખાબેન સજપાલે સર્વ શક્તિ ભુષણ આદરણીય શ્રીમતી મંજુલાબેન શાંતિલાલ રંભીયાનુ શાલ અને મોમેનટો આપી સન્માન કરેલ. ટ્રસ્ટી શ્રી ડોલરભાઈ સોનીએ પત્રકારત્વમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી ગુર્જરભુમિના આદરણીય શ્રી શાંતિલાલભાઈ ઠક્કર અને મકાંબોના તંત્રી શ્રી ઉમેશભાઈ ત્રિવેદીને શાલ અને મોમેનટો આપી સન્માનિત કરેલ.



સર્વ શક્તિ કર્મયોગી આદરણીય શ્રી સંધ્યાબેન અરુણભાઈ ભીંડેને સન્માન જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી મનીષાબેન ચંદને સન્માનિત કરેલ. સર્વ શક્તિ એચીવર એવોર્ડ મેળવનાર શ્રીમતી કિન્નરી કોટેચા શાહને શાલ અને મોમેનટો આપી ટ્રસ્ટી કુ. નિર્મલાબેન વાઘેલાએ સન્માનિત કરેલ. સર્વ શક્તિ એચીવર એવોર્ડ મેળવનાર શ્રીમતી ડીમ્પલ રાજેશ ઠક્કરનું સન્માન શ્રીમતી મીરલબેન જોશીએ કરેલ. ત્યારબાદ ઉપસ્થિત અન્ય મહેમાનોનું સન્માન મેનેજીંગ શ્રી ભુપેન્દ્રભાઈ ઠક્કર, શ્રી ચેતનભાઈ મહેતા, શ્રીમતી મમતા વ્યાસ, શ્રીમતી મીનલબેન ગણાત્રાએ કરેલ.


ત્યારબાદ આદરણીય અમીબેન ગણાત્રાએ સનાતન ધર્મ અને તેની પરંપરાઓ પર વિસ્તૃત જાણકારી આપી હતી, જે સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ટ્રસ્ટના પીઆરઓ શ્રીમતી પ્રિયલબેન ગાલાએ આભારવિધિ કરતા, હોલ આપવા માટે શ્રી સંદીપભાઈ પોપટનો આભાર માનેલ, સાથે અંકિતા ડેકોરેટરસ – હોલ મેનેજમેન્ટ સ્ટાફના શ્રી શૈલેષભાઈ અને શ્રીમતી સંધ્યાબેન – ફોટોગ્રાફર શ્રી બિપીનભાઈ જોશી – સાઉન્ડ સિસ્ટમ માટે શ્રી હરેશભાઈ પંચાલ અને ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો ભાવપૂર્વક આભાર માનેલ. અંતમાં અલ્પાહાર લઈ ફરી જલ્દી મળવાના ભાવ સાથે સર્વ છૂટા પડ્યા
હતા.


Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
