વિક્રમ સંવત ૧૯૯૨ સન ૧૯૩૬ની શરદપૂર્ણિમા દિવસે મંડળની સ્થાપના થઈ, તે દિવસથી આજ દિવસ સુધી શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ રામબાગ માટુંગા કચ્છી લોહાણા જ્ઞાતિ પરિવારો માટેના હિતલક્ષી ઉપયોગી કાર્યો કરી અગ્રીમ રહ્યું છે. તા.૨૫ ઓક્ટોબર રવિવાર શરદ પૂનમ અને મંડળનો ૯૧મો સ્થાપના દિવસની ઉજવણી સાજે ૬.૩૦ કલાકથી રામબાગ પટાંગણ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (ઈસ્ટ), સે.રે. સ્થળે ભવ્યતાથી કરાશે. શરદોત્સવની રંગારંગ ઉજવણી ડીજેના તાલે રાસ ગરબા, દાંડિયા રાસ રમીને કરાશે. કાર્યક્રમ અંતે ભોજનની વ્યવસ્થા છે. ધનતેરસ તા.૬ નવેમ્બર શુક્રવાર સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન દર વર્ષની પરંપરા પ્રમાણે મંડળના પર્મેનન્ટ આઈ કાર્ડ ધરાવતા જરૂરિયાતમંદ જ્ઞાતિ પરિવારોને દિવાળી ભેટ, આર્થિક તથા મેડિકલ સહાય અને મીઠાઈ ભેટ અપાશે. છેલ્લે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ મંડળ દ્વારા રખાઈ છે. સૌને માટે સરળ, સુવિધાભર્યા, અત્યાધુનિક આર્થિક સહાય ભેટ યોજના માટેના પર્મેનન્ટ આઈ કાર્ડ મુંબઈ કે દેશના કોઈપણ વિસ્તારમાં વસતા કચ્છી લોહાણા જ્ઞાતિ પરિવારને માટે બનાવવાની અંતિમ તા.૨૫ ઓક્ટોબર છે એ પહેલાં આધાર કાર્ડ અને રેશનકાર્ડની ઝેરોક્સ અને પરિવાર વડીલના ૩ ફોટા મંડળ કાર્યાલયમાં પોતે આપી જવા. અગાઉ જેમના કાર્ડ બની ગયા છે. તે સિવાયના નવા પરિવારો જ આનો લાભ લઈ શકશે.

તા.૧૪ નવેમ્બર શનિવાર લાભ પાંચમના શુકનવંતા દિવસે નૂતન વર્ષ સ્નેહમિલન અને સરસ્વતી સન્માનનું આયોજન સાંજે ૬.૩૦ કલાકે રામબાગ પટાંગણ લક્ષ્મી નારાયણ લેન, માંટુગા (ઈસ્ટ), સેરે. મધે કરાયું છે. મંડળ વિસ્તારના શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં ધોરણ ૧ થી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી ઉર્તિણ થયેલ. સર્વે વિદ્યાર્થી તથા કોઈપણ વિસ્તારના કચ્છી લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થી જેઓ ગત વર્ષ શૈક્ષણિક સત્ર દરમ્યાન ધોરણ ૧૦ કે ધોરણ ૧૨માં ૮૦ ટકા કે તેથી વધુ માર્કસથી ઉર્તિણ થયેલ તથા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓએ સરસ્વતી સન્માન ફોર્મ સંપૂર્ણ વિગત ભરી પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ સાથે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો એટેચડ કરી તા.૪ નવેમ્બર અગાઉ મંડળ કાર્યાલયમાં આપી જવું. સરસ્વતી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીનું જ સન્માન થશે. એટલે વિદ્યાર્થી જાતે આ દિવસે હાજર રહેવું જરૂરી છે. કાર્યક્રમને અંતે નવા વર્ષના ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. ઉપરોક્ત સર્વે કાર્યક્રમોમાં પ્રેમપૂર્વક પધારવાનું જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



