SIR ઝુંબેશ હેઠળ વિસંગતતા ધરાવતા મતદારો સામે લાલ આંખ
મુંબઈમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ હેઠળ મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગણતરી ફોર્મ મેપિંગ ન થવાને કારણે અથવા ડેટામાં વિસંગતતા જોવા મળતાં મુલુન્ડ વિસ્તારના ૬૯,૩૫૯ મતદારો સહિત સમગ્ર મુંબઈના કુલ ૨૦.૯ લાખ મતદારોને પુરાવા તરીકે વધારાના દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ ફટકારવામાં આવશે.

રૂબરૂ ધક્કા નહીં ખાવા પડે: ‘સિટીઝન સર્વિસ પોર્ટલ’ પર ઓનલાઈન સુવિધા
નોટિસ મળનારા મતદારો માટે રાહતના સમાચાર એ છે કે તેમણે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ‘સિટીઝન સર્વિસ પોર્ટલ’ પર જઈને મતદારો ઘેરબેઠા જ પોતાના જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકશે. જો ઓનલાઈન જમા કરાયેલા દસ્તાવેજો ચકાસણી દરમિયાન સંતોષકારક જણાશે, તો મતદારે રૂબરૂ હાજર રહેવું પડશે નહીં.
મહત્વપૂર્ણ તારીખો અને સમયમર્યાદા
- જવાબ અને દસ્તાવેજો જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૯ ઓક્ટોબર
- SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધિ: ૪ નવેમ્બર
લાપરવાહી ભારે પડી શકે છે
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ૨૯ ઓક્ટોબર સુધીમાં જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ રહેશે અથવા ચકાસણી દરમિયાન દસ્તાવેજો અમાન્ય ઠરશે, તો તેવા મતદારોના નામ ૪ નવેમ્બરે બહાર પડનારી આખરી મતદાર યાદીમાંથી બાકાત (રદ) કરી દેવામાં આવશે. તેથી નોટિસ મેળવનાર તમામ મુલુન્ડકરોને સમયસર ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
