મુંબઈના મુલુંડ વિસ્તારમાં દિન-પ્રતિદિન વધતા જતા ગેરકાયદે ફેરિયાઓ અને ૪ પૈડાંવાળી લારીઓના અતિક્રમણ સામે સ્થાનિક ધારાસભ્ય મિહિર કોટેચાએ ભારે આક્રમક વલણ અપનાવ્યું છે. બોમ્બે હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં ૪ પૈડાંવાળી લારીઓનો થઈ રહેલો ખુલ્લેઆમ વપરાશ અને BMCના T વોર્ડના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્યએ સીધા ગ્રાઉન્ડ પર ઉતરીને જિયો-ટૅગિંગ GPS તથા ફોટોગ્રાફ્સ સાથે નક્કર પુરાવા એકઠા કર્યા છે અને આ અંગે BMC કમિશનર તથા મેયરને સત્તાવાર લેખિત ફરિયાદ સોંપી છે.

૧૦૦થી વધુ લારીઓનો ગેરકાયદે વેપાર અને અધિકારીઓની બેદરકારી
ધારાસભ્ય મિહિર કોટેચાએ આક્ષેપ કર્યો છે કે મુલુંડ ઈસ્ટ અને વેસ્ટમાં ૧૦૦થી વધુ ૪ પૈડાંવાળી હાથલારીઓ ગેરકાયદેસર રીતે રસ્તાઓ પર પાર્ક કરી દેવામાં આવે છે. આ લારીઓને ભાડે આપીને એક મોટું ગેરકાયદે રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. T વોર્ડના સ્થાનિક અધિકારીઓને ચોક્કસ સ્થળોની જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને દરરોજ ટ્રાફિક જામ અને હાલાકી ભોગવવી પડી રહી છે.

પોલીસ અને BMC તંત્ર પાસે કડક કાર્યવાહીની માગ
રસ્તાઓને દબાણમુક્ત કરવા અને હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરાવવા માટે મિહિર કોટેચાએ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક DCP અને BMCના સિનિયર અધિકારીઓ સાથે તાકીદની રજૂઆત કરી છે:
- હાઈકોર્ટના આદેશનું પાલન: ૪ પૈડાંવાળી લારીઓ પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવો.
- ગેરકાયદે નેટવર્ક પર ત્રાટકવું: લારીઓ ભાડે આપીને કમાણી કરતા ભૂમાફિયાઓ અને ફેરિયાઓ સામે ઝુંબેશ ચલાવવી.
- મુલુંડના રસ્તાઓ ખાલી કરાવવા: નાગરિકોની સુવિધા માટે કોઈપણ વિલંબ વગર તાત્કાલિક ધોરણે અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવી.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
