SNDT કૉલેજ વિવાદ: માટુંગાની મહિલા SNDT કૉલેજમાં ગર્લ્સને કરાટે શીખવતા મહેશ નવલે સામે ૪૬ વર્ષીય નર્સે બળાત્કારની ફરિયાદ નોંધાવી. ૧૭ વર્ષથી સંબંધમાં હોવા છતાં લગ્ન ન કરતાં કૉલેજ નર્સે કુર્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી છે.
જે કૉલેજમાં યુવતીઓને આત્મરક્ષણ (સેલ્ફ-ડિફેન્સ) માટે કરાટે શીખવવામાં આવતા હતા, ત્યાં જ કાયદાથી બચાવ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. માટુંગા સ્થિત SNDT ગર્લ્સ કૉલેજના ૪૪ વર્ષીય કરાટે ઇન્સ્ટ્રક્ટર મહેશ નવલે સામે કૉલેજની જ ૪૬ વર્ષીય નર્સે શારીરિક શોષણ અને બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

કુર્લા પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા અને આરોપી વચ્ચે છેલ્લા ૧૭ વર્ષથી પ્રેમસંબંધ હતો. મહેશ સતત લગ્નનું વચન આપતો રહ્યો હતો, પરંતુ અંતે ફરી જતાં નર્સે કુર્લા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. સિનિયર પી.આઈ. વિલાસ રાઠોડની આગેવાની હેઠળ પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
