મુલુંડના ચાઈના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટરમાં મળેલી ગંદકીના લીધે લાયસન્સ થયું રદ
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ મુલુંડના ચાઈના ટાઉન, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પાંચ આઉટલેટ્સ સહિત મુંબઈના 9 પ્રખ્યાત ખાદ્યપદાર્થોના એકમોના લાયસન્સ નિલંબિત (સસ્પેન્ડ) કરી દીધા છે.
એફડીએ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ કાર્યવાહી રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી છે. જે સંસ્થાઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં મેસર્સ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (પરમિટ રૂમ, પેવેલિયન, મેડિટેરેનિયન, ઓરિએન્ટલ સ્વિંગ અને ક્લબવે એન્ડ પેસ્ટ્રી કાઉન્ટર), સંકલ્પ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સોસાયટી લિમિટેડ, મેસર્સ લેનેક્સિસ ફૂડવર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ, કેફે કડેલ (શિવાજી પાર્ક) અને ચાઇના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટર (મુલુંડ) નો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન મુલુંડના ચાઇના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટરમાં ભારે ખામીઓ જોવા મળી હતી. જેમાં કૃત્રિમ રંગો અને મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) નો વધુ પડતો ઉપયોગ, વારંવાર ગરમ કરેલા અને ઓક્સિડાઇઝ્ડ તેલનો ઉપયોગ, વાંદાઓનો ત્રાસ, સીડી નીચે ખુલ્લી જગ્યામાં રાંધેલા ચોખાનો સંગ્રહ, કાટ લાગેલા વાસણો અને શાકાહારી તથા માંસાહારી ખોરાકનું મિશ્રણ જેવી બાબતો સામે આવી હતી. આવી જ ગંભીર ખામીઓ કેફે કડેલ, પુણેની મોર્યા મિસળ અને નાગપુરના સાઓજી ઉપાહાર ગૃહમાં પણ મળી આવી હતી, જેના કારણે આ એકમો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત, FDA દ્વારા શાળાના બાળકો માટે “સેફ ફૂડ ફોર એવરી સ્કૂલ ચાઇલ્ડ ઇન મહારાષ્ટ્ર” ઝુંબેશ હેઠળ 250 જેટલી શાળાઓ અને તેની 50 મીટરની ત્રિજ્યામાં આવતા ખાદ્ય વ્યવસાયોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
દૂધ અને દૂધની બનાવટો પર ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશમાં, FDA એ ₹2,55,592 ની કિંમતનું 7,332 લીટર દૂધ, 104 કિલો દહીં અને 88.4 કિલો મલાઈ જપ્ત કરી છે. ઇન્દૌર અને સાંગલીના કેટલાક મિલ્ક કલેક્શન સેન્ટરોમાંથી મેળવેલા ગાયના દૂધના નમૂના સબસ્ટાન્ડર્ડ અને ભે ભેળસેળયુક્ત મળી આવ્યા હતા.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
